ગુજરાતમાં માનવતાને હચમચાવતો કિસ્સો, ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાની હત્યા
- મહિલાના પરિવારે અગાઉ પણ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી
- ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 ટીમો બનાવી
- બંદૂકની ગોળીથી ઘવાયેલી મહિલા ભિલોડા કોટજ હોસ્પિટલ લઇ જવાઇ હતી
ગુજરાતમાં માનવતાને હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ છે. તેમાં ભિલોડા તાલુકાના રામપુરી ગામે બે બાળકોની માતા સામે ડાકણ હોવાનો વહેમ રાખી તેમના જ કુંટુંબીએ મહિલાને બંદૂકથી ગોળી મારી હત્યા કરી છે.
આ પણ વાંચો: GST વિભાગની કાર્યવાહી: રાજકોટની બોગસ પેઢી સાથેના વ્યવહારો ખુલતાં રેલો ભાવનગર પહોંચ્યો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 ટીમો બનાવી
ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં આ ચકચારી ઘટના બનતા પોલીસની ટીમ તપાસ માટે આવી હતી. જેમાં આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 ટીમો બનાવી જરૂરી તપાસ શરૂ કરી છે. આ ચકચારી ઘટનાને પગલે જિલ્લા ડીવાયએસપી સહિત એસઓજી, એલસીબીની ટીમો સ્થળ ઉપર દોડી પહોંચી હતી અને ફાયરિંગ કરી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ફરાર આરોપી રાજેન્દ્ર તબીયારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બંદૂકની ગોળીથી ઘવાયેલી મહિલા ભિલોડા કોટજ હોસ્પિટલે ખસેડાઈ
બનાવની વધુ વિગત જાણીએ તો રાત્રીના બે વાગે બંદૂકના ભડાકાના અવાજથી આ મહિલાની પાસે સૂતેલા બે બાળકો જાગી ઉઠયા હતા અને તુરંત લાઈટ ચાલુ કરતાં આરોપી રાજેન્દ્ર તબીયાર બંદૂક હાથમાં લઈ ઉભો હતો. ભારે અવાજને પગલે આસપાસના લોકો પણ જાગી ઉઠયા હતા અને તાબડતોડ બંદૂકની ગોળીથી ઘવાયેલી મહિલા ભિલોડા કોટજ હોસ્પિટલે ખસેડાઈ હતી.
મહિલાના પરિવારે અગાઉ પણ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી
હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી અને ભિલોડા પોલીસે ફરાર આરોપી રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબીયાર સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. તેમજ આરોપી વિરૂધ્ધ મહિલાના પરિવારે અગાઉ પણ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.