ગુજરાતટ્રેન્ડિંગ

GST વિભાગની કાર્યવાહી: રાજકોટની બોગસ પેઢી સાથેના વ્યવહારો ખુલતાં રેલો ભાવનગર પહોંચ્યો

  • બન્ને પેઢીના સંચાલકોને જવાબ રજૂ કરવા પોલીસે તાકિદ કરી
  • પેઢીઓના ભૂતકાળમાં થયેલા શંકાસ્પદ વ્યવહારોના આધારે તપાસ થઇ
  • લેખિત અને ડિઝિટલ દસ્તાવેજો લઈ ટીમ અમદાવાદ રવાના થઈ

ભાવનગર શહેરની બે પ્રખ્યાત પેઢીમાં અમદાવાદ પોલીસની તપાસનો મુદ્દો શહેરના વેપારી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સ્થાનિક GST કચેરીને કોઇપણ માહિતી વગર તપાસ કરતા પ્રાથમિક તબક્કે રાજકોટમાં બનેલી બોગસ પેઢી સાથે ભૂતકાળમાં થયેલા વ્યવહારો અંગે ભાવનગરની બન્ને પેઢીમાં કોઈ પણ પ્રકારના ખુલાસાની નોટિસ આપ્યા વિના અચાનક તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજોની નિમણૂક, જાણો કોની નિયુકતી કરાઇ 

બન્ને પેઢીના સંચાલકોને જવાબ રજૂ કરવા પોલીસે તાકિદ કરી

આ મામલે બન્ને પેઢીના સંચાલકોને જવાબ રજૂ કરવા પોલીસે તાકિદ કરી છે. જેમાં ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતા બનાવની વિગત એવી છે કે, ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે ગત સોમવારે અમદાવાદના ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભાવનગરની બે સહિત રાજયના વિવિધ શહેરોમાં આવેલી પેઢીઓ સામે ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ભાવનગરની પણ બે પેઢીઓના નામ હોવાથી ફરિયાદની ગંભીરતાને જોતાં અમદાવાદ એસઓજી પોલીસ સહિતનો કાફલો ભાવનગર તપાસ માટે આવ્યો હતો.

પેઢીઓના ભૂતકાળમાં થયેલા શંકાસ્પદ વ્યવહારોના આધારે તપાસ થઇ

તપાસમાં શહેરના વાઘાવાડી રોડ વિસ્તારમાં આવેલી ઓમ કન્સ્ટ્રક્શન અને અર્હમ સ્ટીલમા સતત બાર કલાક સુધી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના અંતે બન્ને પેઢીમાંથી લેખિત અને ડિજિટલ દસ્તાવેજો અને ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક તબક્કે ધ્રુવી એન્ટરપ્રાઈઝના નામે રાજકોટમાં નોંધાયેલી ફર્મ સાથે ભાવનગરની બન્ને પેઢીઓના ભૂતકાળમાં થયેલા શંકાસ્પદ વ્યવહારોના આધારે આ તપાસ આવી હોવાનું જાણવા મળેલ છે.

લેખિત અને ડિઝિટલ દસ્તાવેજો લઈ ટીમ અમદાવાદ રવાના થઈ

મહત્વની વાત એ છે કે સ્થાનિક કક્ષાએ બન્ને પેઢીને ભૂતકાળમાં થયેલા આ વ્યવહારો અંગે પોતાનો જવાબ કે ખુલાસો રજૂ કરવા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી. બાદમાં અચાનક અમદાવાદ એસઓજી પોલીસની ટીમ બન્ને પેઢીમાં તપાસ માટે આવી હતી અને બન્ને પેઢીઓ પાસેથી પોટલા ભરીને લેખિત અને ડિઝિટલ દસ્તાવેજો લઈ ટીમ અમદાવાદ રવાના થઈ હોવાનું જાણવા મળેલ છે.

Back to top button