ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં 6 દિવસ પછી રોનક દેખાઈ, જાણો સેન્સેકસ-નિફ્ટી કેટલું ઊંચકાયું

Text To Speech

મુંબઈ, 8 ઓક્ટોબર : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે મંગળવારે શેરબજારમાં હરિયાળી પાછી ફરી જોવા મળી હતી.  એક તરફ, ચૂંટણી પરિણામોએ હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનાવવાની પુષ્ટિ કરી, તો બીજી તરફ, શેરબજારમાં છ દિવસના ઘટાડા પછી, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા હતા. સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 584.81 (0.72%) પોઈન્ટના વધારા સાથે 81,634.81 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 217.41 (0.88%) પોઈન્ટ વધીને 25,013.15 પર પહોંચ્યો હતો.

પેટીએમના શેરમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે

મંગળવારના ટ્રેડિંગ સેશન પછી પેટીએમના શેરમાં 15.52%નો મોટો વધારો થયો હતો. Paytmની પેરેન્ટ કંપની One97 Communications Limitedનો શેર રૂ.101.15 વધીને રૂ.753.00 પર બંધ થયો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.7.8 લાખ કરોડ વધીને રૂ.459.78 લાખ કરોડ થયું હતું.

હેવીવેઇટ શેરોમાં ખરીદીને કારણે સેન્સેક્સ મજબૂત થયો

HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા હેવીવેઇટ શેરોમાં ખરીદીને કારણે મંગળવારે શેરબજારમાં ફરી મજબૂતી જોવા મળી હતી. સેન્સેક્સ શેરોમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને કોટક મહિન્દ્રા બેન્ક ટોપ ગેઇનર હતા. ટાટા સ્ટીલ, ટાઇટન, બજાજ ફિનસર્વ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી, ટાટા મોટર્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર મંગળવારે સૌથી વધુ ઘટ્યા હતા.

આ પણ વાંચો :- જમ્મુ-કાશ્મીર ચૂંટણી: NC સૌથી મોટી પાર્ટી, જાણો કયા પક્ષને કેટલી બેઠક મળી

Back to top button