ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણા ચૂંટણી પરિણામઃ જલેબી મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

અંબાલા, તા.8 ઓક્ટોબરઃ હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ, બપોરે 3 કલાક સુધીમાં 90 સીટમાંથી 12ના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસે 8 અને ભાજપે 4 સીટ જીતી છે. મત ગણતરીની શરૂઆતમાં કોંગ્રેસ બહુમતમાં હતી અને કાર્યકરો ગેલમાં આવીને મીઠાઈ વહેંચવા લાગ્યા હતા, પરંતુ તે બાદ ભાજપે લીડ લીધી હતી.

હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગોહાનાની પ્રખ્યાત જલેબી ખાધી હતી અને તેના સ્વાદના વખાણ પણ કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, મેં કારમાં જલેબીનો સ્વાદ ચાખ્યો અને મારી બહેન પ્રિયંકાને મેસેજ કર્યો કે આજે મેં મારા જીવનની શ્રેષ્ઠ જલેબી ખાધી છે. હું તમારા માટે પણ જલેબીનો ડબ્બો લાવી રહ્યો છું. પછી મેં દીપેન્દ્ર જી અને બજરંગ પુનિયા જીને કહ્યું કે આ જલેબી ભારત સહિત આખી દુનિયામાં જાણીતી થવી જોઈએ.

જલેબીને લઈને રાહુલ ગાંધીએ આપેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. મુખ્યમંત્રી નાયબ સૈની સાથે ભાજપના ઘણા મોટા નેતાઓએ તેમની મજાક ઉડાવી હતી. કોંગ્રેસ નેતાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસે પણ મશીન અને તેની ફેક્ટરી દ્વારા બનાવવામાં આવતી જલેબીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને વળતો જવાબ આપ્યો હતો. હરિયાણામાં ભાજપની જીત થતાં જ સોશિયલ મીડિયામાં જલેબી ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લોકો અવનવા મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામઃ ચૂંટણીના મેદાનમાં વિનેશ ફોગાટે જીત્યો મેડલ

Back to top button