ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ખોલાવ્યું ખાતું, જાણો ક્યાં લહેરાવ્યો વિજય ધ્વજ?

Text To Speech

જમ્મુ-કાશ્મીર – 8 ઓકટોબર :  બસોહલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી લાલ સિંહ હારી ગયા  છે. અહીં બીજેપીના દર્શન કુમાર લગભગ 16 હજાર મતોથી જીત્યા. ઉલ્લેખનીય છે કે   ચૌધરી લાલ સિંહ 2014માં ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે કુલ ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પાંચ ધારાસભ્યોને નોમિનેટ કરશે. જો 5 ધારાસભ્યો નોમિનેટ થાય તો આ સંખ્યા વધીને 95 થઈ જશે.
ત્રણ તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ-એનસી, પીડીપી સહિત અનેક રાજકીય પક્ષો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કયો પક્ષ સરકાર બનાવશે તે આજે નક્કી થશે.

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. એવામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે.. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. પ્રારંભિક વલણમાં કોંગ્રેસ-NC આગળ છે.

જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકોની ચાલી રહેલી મતગણતરીમાં અત્યાર સુધીના વલણો અનુસાર, ત્યાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં એનસી 43 બેઠકો પર, ભાજપ 29 પર અને અન્ય ઉમેદવારો 17 બેઠકો પર આગળ છે.

જાણો વિજેતાએ શું કહ્યું ?

 

 

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની સંખ્યામાં વધારો

આ વખતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા અહીં 87 સીટો હતી, તે સમયે લદ્દાખ પણ તેનો એક ભાગ હતો, પરંતુ લદ્દાખને હટાવ્યા બાદ પણ અહીં સીટોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. નેશનલ કોન્ફરન્સ અહીં 56 અને કોંગ્રેસ 38 સીટો પર ચૂંટણી લડી રહી છે. ભાજપે 62 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પીડીપીના 81 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે જમ્મુ-કાશ્મીરમાં કુલ 63.45 ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચો : મતગણતરી વચ્ચે રાહુલ ગાંધી સજાગ થયા, લખ્યું ‘જય હીંદ’

Back to top button