ટ્રેન્ડિંગનેશનલ

રેલવે ટ્રેકને બદલે રોડ પર જોવા મળ્યો ટ્રેનનો ડબ્બો! લોકો ગભરાયા; જાણો સમગ્ર મામલો

  • લોકોએ વહેલી સવારે ઘર અથવા દુકાનનો દરવાજો ખોલ્યો અને સામે ટ્રેનનો ડબ્બો જોયો

પ્રયાગરાજ, 08 ઓકટોબર: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લોકો ટ્રેનના AC કોચને રેલવે ટ્રેકને બદલે રસ્તાની વચ્ચે ઉભી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પહેલી નજરે જોવામાં લાગે કે, રસ્તાની વચ્ચે ટ્રેનનો ડબ્બો ક્યાંથી આવ્યો? પરંતુ જ્યારે ધ્યાનથી જોવામાં  આવે ત્યારે દેખાઈ છે કે, આ ટ્રેનના ડબ્બાને ટ્રેલર પર લોડ કરવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાની આસપાસ, ટ્રેલર ઈન્ટરસેક્શન પર વળતી વખતે ફસાઈ ગયું હતું.

ત્યાંથી પસાર થનારા લોકો પણ રસ્તા પર ટ્રેનના કોચને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે જેમણે તેમના ઘર અથવા દુકાનનો દરવાજો ખોલ્યો, તેઓએ તેમના દરવાજાની સામે ટ્રેનનો કોચ જોયો. લોકો સૌ પ્રથમ વખત થોડા ડરી ગયા. હકીકતમાં, તેઓ વિચારવા લાગ્યા કે, આ રેલ કોચ પાટા પરથી ઉતરીને રસ્તા પર કેવી રીતે આવી ગયો?

 

ભારે જહેમત બાદ સમસ્યાનો આવ્યો ઉકેલ 

હકીકતમાં, ટ્રેલર તેની લાંબી લંબાઈને કારણે શહેરના ઝાલવા-ઘુંઘરુ ચારરસ્તા પર એક વળાંક પર ફસાઈ ગયું હતું. આ સિવાય ટ્રેલર પર લદાયેલી ટ્રેનની ગાડી પણ ઘણી લાંબી હતી. આ કારણે સમગ્ર વન-વે માર્ગ લગભગ 8 કલાક સુધી બ્લોક થઈ ગયો હતો. માહિતી મળતાં જ ધૂમંગજ પોલીસ સહિતની ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વ્યવસ્થાને સંભાળી લીધી હતી અને ભારે જહેમત બાદ બે ક્રેઈનની મદદથી ચાર રસ્તા પર ફસાયેલા ટ્રેલરને બહાર કાઢ્યું હતું. ત્યારે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ટ્રેનના કોચમાં રેસ્ટોરન્ટ ખુલશે

ઉલ્લેખનીય છે કે, કુંભ 2025 પહેલા મુસાફરોની સુવિધા માટે ઘણા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં ઉત્તર મધ્ય રેલવેના સુબેદારગંજ રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાં રેસ્ટોરન્ટ ખોલવાની યોજના છે. જેના કારણે આ એસી બોગી ખાનગી ફૂડ કંપનીને આપવામાં આવી હતી અને આ બોગીને રેલવે રિપેરિંગ સેન્ટરમાંથી બોગી ટ્રેલર પર લોડ કરીને સુબેદાર રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવી રહી હતી.

લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા

તે જ સમયે, ઘણા લોકો રસ્તાની વચ્ચે અટવાયેલા રેલ કોચ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા, કારણ કે પ્રથમ વખત, પાટા સિવાય, બધાએ રસ્તા પર એસી કોચ જોયો હતો. રેલવેના કોચ લોકો માટે કુતૂહલનો વિષય બની રહ્યા હતા.

આ પણ જૂઓ: CM યોગી ક્રિકેટની પીચ પર ઉતર્યા! બેટ ઉપાડીને માર્યો જોરદાર શોટ, જુઓ વીડિયો

Back to top button