ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

હરિયાણા ચૂંટણી પરિણામઃ માતુરામની છવાઈ ગઈ જલેબી, શું ભાજપ-કોંગ્રેસની લડાઈનો મળ્યો લાભ?

Text To Speech

અંબાલા, તા.8 ઓક્ટોબરઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. પ્રારંભિક વલણમાં કોંગ્રેસે લીડ લીધી છે. રાજ્યમાં કોંગ્રેસ તેની જીતને લઈ નિશ્ચિંત છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થયા બાદ કોંગ્રેસ કાર્યકર્તાS દિલ્હી સ્થિત AICC હેડ ક્વાર્ટરમાં લાડુ વિતરણ કર્યા હતા. તેમણે જીતના જશ્ન માટે લાડુની સાથે જલેબીનો ઓર્ડર પણ આપ્યો હતો. આ ઓર્ડર ગોહાનાના પ્રસિદ્ધ માતુરામ કંદોઈને આપવામાં આવ્યો હતો, જેમની જલેબી ઘણી જાણીતી છે.

જેમ જેમ આપણે જીત તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ માતુરામ હલવાઈની પ્રખ્યાત જલેબી અને લાડુ રોહતકથી દિલ્હી સુધી વહેંચવામાં આવી રહ્યા છે. આ સાથે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને પણ જલેબીનો ડબ્બો મોકલવામાં આવશે.

રાહુલ ગાંધીએ ગોહાનામાં જલેબીનો સ્વાદ ચાખ્યો હતો

હકીકતમાં, હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગોહાનાની પ્રખ્યાત જલેબી ખાધી હતી અને તેના સ્વાદના વખાણ પણ કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, મેં કારમાં જલેબીનો સ્વાદ ચાખ્યો અને મારી બહેન પ્રિયંકાને મેસેજ કર્યો કે આજે મેં મારા જીવનની શ્રેષ્ઠ જલેબી ખાધી છે. હું તમારા માટે પણ જલેબીનો ડબ્બો લાવી રહ્યો છું. પછી મેં દીપેન્દ્ર અને બજરંગ પુનિયાને કહ્યું કે આ જલેબી ભારત સહિત આખી દુનિયામાં જાણીતી થવી જોઈએ.

જલેબીને લઈને રાહુલ ગાંધીએ આપેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. મુખ્યમંત્રી નાયબ સૈની સાથે ભાજપના ઘણા મોટા નેતાઓએ તેમની મજાક ઉડાવી હતી. કોંગ્રેસ નેતાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસે પણ મશીન અને તેની ફેક્ટરી દ્વારા બનાવવામાં આવતી જલેબીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને વળતો જવાબ આપ્યો હતો.

ટ્રેન્ડ જોઈને 10 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે એ જ જલેબી અને લાડુને કેન્દ્રમાં રાખીને ભાજપ પર કટાક્ષ કરી રહી છે.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામ પ્રારંભિક વલણમાં કોંગ્રેસે પાર કર્યો બહુમતનો આંકડો, જાણો કોણ છે આગળ-પાછળ

Back to top button