ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ગાઝિયાબાદ પોલીસે નોંધી FIR, ગંભીર આરોપ લગાવવામાં આવ્યો

Text To Speech
  • ડાસના દેવી મંદિરના પૂજારી નરસિમ્હાનંદના સહયોગીએ કેસ કર્યો દાખલ 

ઉત્તર પ્રદેશ, 8 ઓકટોબર: Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ ગાઝિયાબાદ પોલીસે કેસ નોંધ્યો છે. સોમવારે ગાઝિયાબાદ પોલીસે ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ડાસના દેવી મંદિરના પૂજારી નરસિમ્હાનંદના એક સહયોગીએ ઝુબૈર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નરસિમ્હાનંદ 29 સપ્ટેમ્બરે ગાઝિયાબાદમાં હિન્દી ભવનમાં આપેલા કથિત દ્વેષપૂર્ણ ભાષણને લઈને અનેક FIR અને વિરોધનો સામનો કરી રહ્યા છે. અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ પોલીસે નરસિમ્હાનંદની તેના સહયોગીઓ સાથે અટકાયત કરી હતી.

 

આરોપ શું છે?

આરોપ લગાવવામાં આવ્યો છે કે, મોહમ્મદ ઝુબૈરે યતિ નરસિમ્હાનંદના નિવેદનો અને જૂના ભાષણોની ક્લિપ વાયરલ કરીને લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી ટોળાએ ડાસના દેવી મંદિર પર હુમલો કર્યો હતો. પાછલા દિવસોમાં યતિનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ ઈસ્લામ ધર્મના પ્રોફેટ મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. લોનીમાં એક વૃદ્ધની દાઢી કાપવાના મામલામાં બે વર્ષ પહેલા પણ મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ અંગે મોહમ્મદ ઝુબૈરે શું કહ્યું?

મોહમ્મદ ઝુબૈરે કહ્યું હતું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે. ગાઝિયાબાદ પોલીસે કોઈપણ વેરિફિકેશન વગર FIR નોંધી છે. અન્ય પત્રકારો હતા જેમણે રિપોર્ટિંગ કર્યું હતું પરંતુ મારી સામે FIR ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય તેવું લાગે છે.” પોલીસના જણાવ્યા અનુસાર, ઝુબૈર વિરુદ્ધ યતિ નરસિમ્હાનંદ સરસ્વતી ટ્રસ્ટના મહાસચિવ ઉદિતા ત્યાગીએ બપોરે 2.19 વાગ્યે કવિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ જૂઓ: જો નંબર નહીં આવે તો તેની જવાબદારી મારી: હરિયાણાના CM નાયબ સિંહ સૈનીનું નિવેદન

Back to top button