ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના વલણમાં કોંગ્રેસ-NC આગળ, જાણો ભાજપની શું છે સ્થિતિ

Text To Speech

શ્રીનગર, તા. 8 ઓક્ટોબરઃ જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. એવામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે.. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. પ્રારંભિક વલણમાં કોંગ્રેસ-NC આગળ છે.

જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકોની ચાલી રહેલી મતગણતરીમાં અત્યાર સુધીના વલણો અનુસાર, ત્યાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં એનસી 43 બેઠકો પર, ભાજપ 29 પર અને અન્ય ઉમેદવારો 17 બેઠકો પર આગળ છે.

જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના નૌશેરા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.

એલજી દ્વારા 5 ધારાસભ્યોને નોમિનેટ કરવાના પ્રશ્ન પર, એનસીના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે સરકાર બનવા દો અને તે પછી એલજીએ ચૂંટાયેલી સરકાર અનુસાર તે સભ્યોની પસંદગી કરવી જોઈએ. પીડીએમ ચીફ મહેબૂબા અંગે તેમણે કહ્યું કે ન તો તેમણે સમર્થન આપ્યું છે અને ન તો અમે હજુ સુધી માંગ્યું છે. હવે જે થશે તે પરિણામ પછી થશે. એ પછી બધા પક્ષો જોશે કે શું થઈ શકે?

આ વખતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા અહીં 87 સીટો હતી, તે સમયે લદ્દાખ પણ તેનો એક ભાગ હતો, પરંતુ લદ્દાખને હટાવ્યા બાદ પણ અહીં સીટોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. નેશનલ કોન્ફરન્સ અહીં 56 અને કોંગ્રેસ 38 સીટો પર ચૂંટણી લડી રહી છે. ભાજપે 62 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પીડીપીના 81 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે જમ્મુ-કાશ્મીરમાં કુલ 63.45 ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામ પ્રારંભિક વલણમાં કોંગ્રેસે પાર કર્યો બહુમતનો આંકડો, જાણો કોણ છે આગળ-પાછળ

Back to top button