ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જો નંબર નહીં આવે તો તેની જવાબદારી મારી: હરિયાણાના CM નાયબ સિંહ સૈનીનું નિવેદન

Text To Speech
  • CM સૈનીએ મતગણતરી પહેલા બ્રહ્મા સરોવરમાં દક્ષિણ મુખી હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી

ચંદીગઢ, 8 ઓકટોબર: હરિયાણાના મુખ્યમંત્રી અને લાડવાથી ભાજપના ઉમેદવાર નાયબ સિંહ સૈનીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા બ્રહ્મા સરોવરમાં દક્ષિણ મુખી હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને ભજન ગાવામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ પહેલા પરિણામને લઈને હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ નિવેદન પણ આપ્યું છે. જ્યાં તેમણે કહ્યું છે કે, જો ચૂંટણી પરિણામોમાં પાર્ટીના નંબર સારા નહીં આવે તો તમામ જવાબદારી મારા પર રહેશે.

 

 

 CM સૈનીનો સરકાર રચવાનો દાવો

 CM નાયબ સિંહ સૈનીએ વધુમાં જણાવ્યું હતું કે, “આજે મતગણતરીનો દિવસ છે અને મને વિશ્વાસ છે કે છેલ્લા દસ વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોના પરિણામે, અમે હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવીશું. અમારી સરકાર બનશે. હરિયાણાની જનતાની સેવા કરવાનું ચાલુ રાખીશું. કોંગ્રેસ સત્તા માટે કામ કરે છે, જ્યારે ભાજપ સેવા માટે કામ કરે છે.”

 

 

ભાજપે 10 ​​વર્ષ ઈમાનદારીથી કામ કર્યું: CM

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, “ભાજપે છેલ્લા દસ વર્ષમાં હરિયાણાના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. ભાજપે સમાજના તમામ વર્ગો માટે ઈમાનદારીથી કામ કર્યું છે. અમારી સરકાર હરિયાણાના વિકાસ માટે કામ કરતી રહેશે અને ભાજપ ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવશે. ભાજપે ઈમાનદારીથી કામ કર્યું જ્યારે કોંગ્રેસે ઘણો ભ્રષ્ટાચાર કર્યો.

આ પણ જૂઓ: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોની બનશે સરકાર? આજે મતગણતરીનો દિવસ

Back to top button