ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 6ના મૃત્યુ, જૂઓ વીડિયો

બીરભૂમ, 7 ઓક્ટોબર : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સોમવારે કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં કેટલાય લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે સવારે 10.30 વાગ્યે ભાદુલિયા બ્લોકમાં કોલસાની ખાણમાં બની હતી.

બોલપુરના એએસપી રાણા મુખર્જી કહે છે, ખાણ વિસ્તારમાં વિસ્ફોટ થયા બાદ અમે અહીં પહોંચ્યા અને 6 મૃતદેહ મળ્યા, ત્રણ લોકો ઘાયલ છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પશ્ચિમ બંગાળ સરકારે મૃતકોના પરિવારજનોને નોકરી આપવાની જાહેરાત કરી છે. કંપની વળતર પણ ચૂકવશે અને ફોરેન્સિક ટીમ બ્લાસ્ટ પાછળના કારણની તપાસ કરશે.

જોકે, પશ્ચિમ બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (WBPDCL) એ જણાવ્યું હતું કે તેની ખાણમાં વિસ્ફોટને કારણે પાંચ લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું, અત્યાર સુધી અમે ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.’ WBPDCLના અધિકારીએ જણાવ્યું હતું કે ગંગારામચક અને ગંગારામચક-ભાદુલિયા કોલસાની ખાણોમાં બ્લાસ્ટ કરવા માટે ડિટોનેટર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.

ઘટનાસ્થળની મુલાકાત લેનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને સ્થાનિક ધારાસભ્ય અનુપ સાહાએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પૂરતી સાવચેતી લીધા વિના ટ્રકમાંથી વિસ્ફોટક સામગ્રી ઉતારવામાં આવી હતી.

WBPDCLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી બી સલીમે પીટીઆઈને જણાવ્યું, આ ઘટના કોલ બ્લોકના ડમ્પ યાર્ડમાં બની હતી. વિસ્ફોટનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો ખાણનું સંચાલન કરતી એજન્સીના કર્મચારીઓ હતા. અમે અસરગ્રસ્ત કામદારોને સહાય પૂરી પાડી રહ્યા છીએ. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ સરકારની માલિકીની કંપની WBPDCL પાસે પાંચ પાવર પ્લાન્ટ છે અને તેમની સ્થાપિત ક્ષમતા 4,265 મેગાવોટ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વધારાની 660 મેગાવોટ થર્મલ ક્ષમતા ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :- ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર, આ તારીખે થઈ શકે છે લાગુ, જાણો શું છે UCC

Back to top button