આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બન્યો શ્રીલંકાનો હેડ કોચ, ભારત સામે છે શાનદાર દેખાવ
કોલંબો, તા.7 ઓક્ટોબરઃ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સનથ જયસૂર્યાની હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયસૂર્યાએ તેની કરિયરમાં ભારત સામે શાનદાર દેખાવ કર્યો છે. જયસૂર્યા છેલ્લા થોડા સમયથી ટીમ સાથે છે પરંતુ તે વચગળાનો કોચ તરીકે કામ કરતો હતો. તેની નિમણૂક બાદ ટીમે કરેલા પ્રદર્શનથી ખુશ થઈને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ તેને હેડ કોચ બનાવ્યો છે. શ્રીલંકા ક્રિકેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
ક્યાં સુધી શ્રીલંકાનો હેડ કોચ રહેશે જયસૂર્યા
શ્રીલંકા ક્રિકેટ એક્સ પર લખ્યું, સનથ જયસૂર્યાની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ ભારત, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે તાજેતરની સીરિઝમાં ટીમના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખી આ નિર્ણય કર્યો છે. આ તમામ સીરિઝમાં જયસૂર્યાએ વચગાળાના કોચ તરીકે ફરજ બજાવી હતી. જયસૂર્યાની નિમણૂક 1 ઓક્ટોબર, 2024થી અમલી બની છે અને 31 માર્ચ, 2026 સુધી રહેશે.
Sanath Jayasuriya appointed as the Head Coach of Sri Lankan cricket team pic.twitter.com/9XuiANWV1r
— ANI (@ANI) October 7, 2024
જયસૂર્યાના માર્ગદર્શનમાં શ્રીલંકાની ટીમે શાનદાર દેખાવ કર્યો છે. ભારત સામે ટી20 અને વન ડે સીરિઝમાં તેણે ટીમ ઈન્ડિયાને ચોંકાવી હતી. ઈંગ્લેન્ડના ઓવલમાં ત્રીજી ટેસ્ટ મેચ જીતી હતી. જે બાદ શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને તેના ઘરે આંગણે હરાવ્યું હતું.
સનથ જયસૂર્યાની કરિયર પર એક નજર
ડાબોડી સ્પિન ઓલરાઉન્ડ સનથ જયસૂર્યાએ 110 ટેસ્ટ મેચમાં 14 સદી સાથે 6973 રન બનાવ્યા છે. 445 વન ડેમાં તેણે 28 સદી સાથે 13,430 ફટકાર્યા છે. જ્યારે 31 આંતરરાષ્ટ્રીય T20 માં 4 અડધીની મદદથી તેણે 629 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 98, વન ડેમાં 323 અને ટી20માં 19 વિકેટ લીધી છે. ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 340 રન, વન ડેમાં 189 રન અને ટી20માં 88 રન છે. જ્યારે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ 34 રનમાં 5 વિકેટ, વન ડેમાં 29 રનમાં 6 વિકેટ અને ટી20 21 રનમાં 2 વિકેટ છે. સનથ જયસૂર્યાએ આઈપીએલની 30 મેચમાં 768 રન બનાવવા સહિત 13 વિકેટ પણ ઝડપી છે.
આ પણ વાંચોઃ મહિલા T20 વર્લ્ડકપઃ ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી ધૂળ ચટાડી, આ ખેલાડી રહ્યા હીરો