ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024

અહીં ઉજવાય છે લંકેશ્વર મહોત્સવ, આ જગ્યાઓ પર નથી થતું રાવણ દહન

Text To Speech
  • ભારતમાં કેટલાક મંદિર એવા છે જ્યાં લંકાપતિ રાવણની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેમજ અહીં રાવણ દહન કરવામાં આવતું નથી

HD ન્યુઝ ડેસ્કઃ નવરાત્રી પૂરી થવાની સાથે આ વર્ષે દશેરાનો તહેવાર 12 ઓક્ટોબર, 2024 શનિવારના રોજ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં દશેરાના તહેવારનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે આદિપુરુષ ભગવાન શ્રી રામે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો. લંકાનો રાજા હોવા ઉપરાંત રાવણ મહાદેવનો પરમ ભક્ત પણ હતો. રાવણ વેદ અને પુરાણ અનુસાર પણ મહાન વિદ્વાન હતો.

જગતજનની માતા સીતાનું અપહરણ કર્યા બાદ વિદ્વાન રાવણ અધર્મી કહેવાવા લાગ્યો. પ્રાચીન કાળથી જ દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે અધર્મ અને અસત્ય પર સત્યની જીત પ્રદર્શિત થાય છે. શું તમે જાણો છો, ભારતમાં કેટલાક મંદિર એવા છે જ્યાં લંકાપતિ રાવણની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેમજ અહીં રાવણ દહન કરવામાં આવતું નથી. તો જાણો ભારતમાં કયા કયા સ્થળોએ રાવણની પૂજા કરવામાં આવે છે.

અહીં ઉજવાય છે લંકેશ્વર મહોત્સવ, આ જગ્યાઓ પર નથી થતું રાવણ દહન hum dekhenge news

લંકેશ્વર મહોત્સવ

ભારતના કર્ણાટક રાજ્યના કોલાર જિલ્લામાં લંકેશ્વર મહોત્સવનું આયોજન થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે રાવણની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. આ સાથે ભગવાન શિવની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવે છે. અહીં ભગવાન શિવના મહાન ભક્ત રાવણની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે.

બૈજનાથ

ભારતના હિમાચલ રાજ્યના બૈજનાથમાં રાવણને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં લંકાપતિ રાવણે મહાદેવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી જ બૈજનાથમાં મંદિર ન હોવા છતાં રાવણની પૂજા કરવામાં આવે છે. અહીં દશેરાના દિવસે રાવણ દહન પણ થતું નથી.

કાનપુર

કાનપુર જિલ્લાના એક ગામમાં રાવણનું મંદિર છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. દશેરાના દિવસે શિવાલય વિસ્તારમાં જે પણ દશાનન મંદિર છે ત્યાં રાવણની મૂર્તિને શણગારવામાં આવે છે. આ સાથે આરતી પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં દીવો પ્રગટાવીને મનોકામના પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો દીવો પ્રગટાવીને મનોકામના કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

આ પણ વાંચોઃ દશેરાના ચાર દિવસ બાદ ઉજવાશે શરદ પૂર્ણિમા, જાણો શુભ સમય અને મહત્ત્વ

Back to top button