ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રેન ઉથલાવવા કાવતારખોરોએ ફિશ પ્લેટ ખોલી નાખી: જાણો કેવી રીતે ટળી દુર્ઘટના

  • લોકોએ હોબાળો કરતાં ફિશ પ્લેટ ખોલનારા બે યુવક ત્યાંથી ભાગી ગયા હતા

રાજસ્થાન, 7 ઓકટોબર: બિકાનેરના શહેરી વિસ્તારમાં રવિવારે 6 ઓકટોબરના રોજ યુવાનો ચૌખુંટી ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેકની ફિશ પ્લેટ ખોલી રહ્યા હતા. લોકોએ હોબાળો કરતાં યુવક ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે રેલવે અધિકારીઓ અને SPFને જાણ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં 44 દિવસમાં આ ચોથી વખત ટ્રેનને પલટી નાખવાના ષડયંત્રનો મામલો બહાર આવ્યો છે. ફિશ પ્લેટ ખોલનાર છોકરાઓ મળ્યા નથી. રેલવેએ કોઈપણ ષડયંત્રનો ઈન્કાર કર્યો છે. તેમણે આ ઘટનાને નજીકના નશાખોરોનું કામ ગણાવ્યું છે.

 

બે યુવકો રેલવે ટ્રેકની ફિશ પ્લેટ ખોલી રહ્યા હતા

સામાજીક સંસ્થાના રોહિતાશ્વર બિસ્સા સાંજે 5 વાગ્યાના સુમારે ઓવરબ્રિજ નીચે પાટા ઓળંગીને બીજી તરફ જઈ રહ્યા હતા. ત્યારે રેલવે ટ્રેક પર બે યુવકો ફિશ પ્લેટ ખોલી રહ્યા હતા. જેને જોઈને રોહિતાશ્વર બિસ્સાએ જોરજોરથી અવાજ કરતા રેલવે ટ્રેક સાથે છેડછાડ કરનારા યુવકો ભાગી ગયા હતા. સ્થળ પર જોયું તો રેલવે ટ્રેકની જોઈન્ટ પ્લેટ એક બાજુથી ખુલી ગઈ હતી. માત્ર એક નટ ઢીલી કરવાની બાકી હતી.

ફિશ પ્લેટની નટને કરવામાં આવી ટાઈટ

રેલવે અધિકારીઓ સાથે સંપર્ક ન થતાં વર્કશોપમાંથી કેટલાક લોકોને બોલાવી રેલવે ટ્રેકની ફિશ પ્લેટની નટ ટાઈટ કરવામાં આવી હતી. તેમણે પુરાવા તરીકે એક વીડિયો પણ બનાવ્યો હતો. થોડા સમય બાદ લાઇનમેન અને RPFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે રેલવે ટ્રેકની ફિશ પ્લેટ ટાઈટ કરી હતી.

સિનિયર ડીસીએમએ કાવતરાને નકારી કાઢ્યું

અહેવાલો મુજબ, સિનિયર DCM જીતેન્દ્ર શર્માએ કોઈપણ ષડયંત્રનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું હતું કે, આ ઘટના બની છે, પરંતુ તે કોઈ કાવતરું નથી પરંતુ ટ્રેકની આસપાસ બેઠેલા નશાખોરોનું કામ છે. પરંતુ હજુ પણ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. લાલગઢ રેલવે સ્ટેશનના આરપીએફ ઈન્ચાર્જ ઉષા નિરંકારીએ આ ઘટનાની જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવા જણાવ્યું.

રાજસ્થાનમાં ચોથો બનાવ

રાજસ્થાનમાં 44 દિવસમાં આ ચોથી ઘટના છે. 8 સપ્ટેમ્બરના રોજ અજમેરના સરથાણા અને બાંગર ગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા. ટ્રેન સિમેન્ટ બ્લોક તોડીને આગળથી પસાર થઈ હતી. 28 ઓગસ્ટના રોજ બરાનના છાબરામાં ગુડ્સ ટ્રેનના પાટા પર બાઇકનો સ્ક્રેપ ફેંકવામાં આવ્યો હતો. માલગાડીનું એન્જિન બાઇકના જંક સાથે અથડાયું હતું. 23 ઓગસ્ટના રોજ પાલી ખાતે અમદાવાદ-જોધપુર વંદે ભારત એક્સપ્રેસના ટ્રેક પર સિમેન્ટના બ્લોક મૂકવામાં આવ્યા હતા. હવે આ ચોથો બનાવ છે.

આ પણ જૂઓ: ચીન દ્વારા ભારતમાં થતી જાસૂસીનો પર્દાફાશ ન થયો હોત તો દેશમાં અંધારપટ છવાઈ જાત? જાણો શું છે મામલો

Back to top button