આ ત્રણ રાશિ છે મા દુર્ગાની ફેવરિટ, નવરાત્રીમાં પૂરી થશે દરેક ઈચ્છા
- રાશિચક્રની કેટલીક રાશિઓ એવી છે, જેના જાતકો જો મા દુર્ગાની સંપૂર્ણ આસ્થા સાથે ઉપાસના કરે તો મા ઝડપથી પ્રસન્ન થાય છે. જાણો મા દુર્ગાની ફેવરિટ રાશિઓ કઈ કઈ છે?
HD ન્યુઝ ડેસ્કઃ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં જો વ્યક્તિ આદિશક્તિ દેવી દુર્ગાની સાચી ભક્તિ અને શ્રદ્ધા સાથે પૂજા કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ સુધી માતા દુર્ગા પૃથ્વી પર રહે છે અને તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. રાશિચક્રની કેટલીક રાશિઓ એવી છે, જેના જાતકો જો મા દુર્ગાની સંપૂર્ણ આસ્થા સાથે ઉપાસના કરે તો મા ઝડપથી પ્રસન્ન થાય છે. જાણો મા દુર્ગાની ફેવરિટ રાશિઓ કઈ કઈ છે?
વૃષભ (બ,વ,ઉ)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મા દુર્ગા વૃષભ રાશિની પૂજાપાત્ર દેવી છે. તેથી વૃષભ રાશિના લોકો પર માતાની કૃપા હંમેશા રહે છે. તેથી જો વૃષભ રાશિના લોકો નવરાત્રી દરમિયાન વિધિ-વિધાનથી મા દુર્ગાની પૂજા કરે છે તો માતા તેમના પર પ્રસન્ન થાય છે.
સિંહ (મ,ટ)
માતા આદ્યશક્તિ દેવી દુર્ગા સિંહ પર સવારી કરે છે, તેથી તેઓ સિંહવાહિની તરીકે ઓળખાય છે. આ જ કારણ છે કે સિંહ રાશિના લોકો પર મા દુર્ગાની કૃપા હંમેશા જળવાયેલી રહે છે. જો આ લોકો નવરાત્રી દરમિયાન સાચી ભક્તિ સાથે માતાની પૂજા કરે તો તેમને તેમની કારકિર્દી અને વ્યવસાયમાં ઝડપી લાભ મળે છે.
તુલા (ર, ત)
શુક્ર ગ્રહ અને દેવી દુર્ગા તુલા રાશિના આરાધ્ય છે. જો તુલા જાતક નવરાત્રીના 9 દિવસ ભક્તિ સાથે મા દુર્ગાની પૂજા કરે છે તો તેમને જલ્દી લાભ મળે છે. તુલા રાશિના જાતકોએ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ અને સ્તોત્ર-મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી માતા દુર્ગાની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.
આ પણ વાંચોઃ નવરાત્રીમાં ગુરૂ થશે વક્રી, આ રાશિઓનું જીવન બનશે ખુશહાલ