ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દુલ્હન વહી…જો સ્પોર્ટ્સ બાઈક ચલાયે, હાઈવે પર નવવધૂને જોઈ લોકો આશ્ચર્યચકિતઃ જૂઓ વીડિયો

Text To Speech
  • દીદી, તમે તો આગ લગાવી દીધી: પસાર થનારા લોકો દંગ થઈ ગયા

HD ન્યૂઝ ડેસ્ક, 7 ઓકટોબર: પહેલાના સમયમાં લગ્નમાં દુલ્હનની એન્ટ્રી પાલખીમાં બેસીને અથવા ફૂલોની ચાદર સાથે કરવામાં આવતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે એન્ટ્રીની સ્ટાઈલ પણ બદલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વાયરલ વીડિયો જોવા મળે છે, જેમાં ક્યારેક દુલ્હન તેના ફેવરિટ ગીત પર ડાન્સ કરતી એન્ટ્રી કરે છે, તો ક્યારેક દુલ્હનની અસામાન્ય સ્ટાઇલ શોને શાનદાર બનાવી દે છે. આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર હલચલ મચાવી રહ્યો છે, જેમાં દુલ્હનના વેશમાં સજ્જ એક નવવધૂ હાઇવે પર સુપરબાઇક ચલાવતી જોવા મળે છે. છોકરીની જબરદસ્ત સ્ટાઈલ અને સ્વેગને લોકો માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ પસંદ કરી રહ્યા છે.

જૂઓ અહીં આ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by TuBa_PaSha (@___itz__tuba44)

સ્પીડ એટલી હતી કે લોકો રસ્તા પર તેને જોતા જ રહી ગયા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં લાલ રંગના સુંદર વેડિંગ ડ્રેસમાં એક છોકરી સ્ટાઇલિશ સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહી છે, જેને જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો પણ દંગ રહી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે, બ્રાઈડલ ગેટઅપમાં યુવતી કઈ રીતે હાઈવે પર સ્પીડમાં અને પુરપાટ ઝડપે બાઇક ચલાવતી જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો તરફથી કોમેન્ટ્સનો પૂર આવ્યો હતો. કેટલાકે તેને “દુલ્હનનો અનોખો અંદાજ” ગણાવ્યો હતો, જ્યારે કેટલાકે તેને “લગ્નની સૌથી અનોખી રાઈડ” ગણાવી હતી.

લોકોએ વીડિયોની મજા માણી

વીડિયો જોઈને સમજી શકાય છે કે, યુવતી પોતાનું ફોટોશૂટ કરાવવા માટે હાઇવે પર સુપરબાઈક ચલાવી રહી છે. આ દરમિયાન આગળ અને પાછળથી પસાર થતા લોકો તેને થમ્બ્સ અપ સાઈન બતાવતા જોવા મળે છે. આ વીડિયોને Instagram પર itz__tuba44 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં કરોડો લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને 4 લાખ 41 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. 3 દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને જોનાર યુઝરે લખ્યું કે, “એવું લાગે છે કે લગ્નની જાન પાછળ આવી રહી છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “એવું લાગે છે કે પોતાના વરની વિદાય કરવા જઈ રહી છે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “ભાઈ આ રીતે પ્રિવેડ કોણ કરાવે છે?

આ પણ જૂઓ: વાઘની સવારી કરવાની ભૂલ કરી બેઠો પાકિસ્તાની વ્યક્તિ! જૂઓ આ દંગ કરનારો વીડિયો

Back to top button