આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચીન દ્વારા ભારતમાં થતી જાસૂસીનો પર્દાફાશ ન થયો હોત તો દેશમાં અંધારપટ છવાઈ જાત? જાણો શું છે મામલો

HDNews, 7 ઑક્ટોબર, 2024: ચીન એક એવો દેશ છે જે હંમેશાં બીજાનું પડાવી લેવાની વૃત્તિ ધરાવે છે. ડાબેરી વિચારધારાની મૂળભૂત વિસ્તારવાદી નીતિથી ગ્રસ્ત ચીને ભારત સહિત દુનિયાના કયા અને કેટલા દેશોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ જાસૂસી જાળ બિછાવી હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. અને હવે એક એવી અત્યંત ચોંકાવનારી વિગત મળી રહી છે જે જાણીને ભલભલા દેશોના શાસકોનાં ભવાં ચડી જવાના છે.

જાણકારી એવી મળી રહી છે કે, ચીન ભારતીય વીજ મથકોમાં જાસૂસી કરી રહ્યું છે…અને એ પણ તાઈવાન અને દક્ષિણ કોરિયામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા મારફત! વિશ્વાસ નથી થતો ને? પણ આ હકીકત છે અને ચીનાઓની આ અત્યંત ખતરનાક હરકતને શશાંક જોશી નામના ઈન્ટેલિજન્સ બાબતોના એક જાણકારે તેમના બ્લૉગમાં ઉજાગર કરી છે. તેમના વિસ્તૃત લેખના આધારે યૂસુફ ઊંઝાવાલા નામના એક ડિફેન્સ નિષ્ણાતે તેમના X હેન્ડલ ઉપર થ્રેડ દ્વારા વિગતો જારી કરી છે.

અહેવાલ મુજબ, 2021માં ઈન્ટરનેટના માળખામાં કંઈક અસાધારણ બની રહ્યું હોવાનું નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યું. આ વિશ્લેષકોએ નોંધ્યું કે તાઈવાન અને દક્ષિણ કોરિયામાં લાગેલા CCTV કેમેરા ભારતીય પાવર ગ્રીડના નિર્ણાયક ભાગો સાથે ડિજિટલ રીતે સંવાદ કરી રહ્યા હતા. આ અંગે ઊંડી તપાસ કરવામાં આવતા જે જાણવા મળ્યું તેનાથી બધા ચોંકી ગયા હતા. હકીકતે ચીનાઓ આ વિચિત્ર સંવાદ દ્વારા પરોક્ષ રીતે ચીની જાસૂસી માલવેર સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી રહ્યા હતા જેને તેમણે અગાઉ ભારતીય પાવર ગ્રીડની અંદર ઊંડે સુધી ઘૂસાડી દીધા હતા. નિષ્ણાતોને આ બાબત સમજતાં વાર નહોતી લાગી કારણ કે તેઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ (C2) નોડ્સ – જેમ કે છૂપાયેલા અવાંછિત કેમેરા – શોધવા માટે સમગ્ર ઇન્ટરનેટને સ્કેન કરી રહ્યા હતા. આ જ માર્ગનો હેકરો તેમના શિકાર ફસાવવા માટેના માર્ગ તરીકે ઉપયોગ કરે છે.

શશાંક જોશી તેમના લેખમાં નોંધે છે કે, હકીકતે આ સાયબર જાસૂસીની જાણ મેસેચ્યુસેટ્સની એક કંપની રેકોર્ડેડ ફ્યુચરને થઈ હતી અને તેણે જ તમામ સંબંધિત લોકોને આ બાબતે સાવચેત કર્યા હતા. આ કંપનીનો દાવો છે કે તે વિશ્વમાં બીજા કોઈપણની સરખામણીમાં વૈશ્વિક C2 નોડ્સની માહિતી તેની પાસે છે અને તેનો ઉપયોગ તે ચાઈનીઝ અને રશિયન ઈન્ટેલિજન્સ કામગીરી ઉપર ચાંપતી નજર રાખવા માટે કરે છે.

આધુનિક યુગમાં ચીનાઓએ ઘૂસણખોરી માટે આ સૂક્ષ્મ અને અદૃશ્ય રસ્તો અપનાવેલો છે. તાઇવાન અને દક્ષિણ કોરિયામાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક વિશ્વના અન્ય દેશો કરતાં ઘણું મોટું છે, જે ટેક્નિકલ સર્વેલન્સનું મેટાસ્ટેસિસિંગ નેટવર્ક બનાવે છે. તેના દ્વારા સતત મોનિટરિંગ થયા કરે છે. પરિમામે ઇન્ટેલિજન્સ અધિકારીઓ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. તેઓ તેમના એજન્ટોને મળી શકતા નથી અને વ્યૂહરચના ઘડી શકતા નથી તેમ લેખમાં દાવો કરવામાં આવ્યો છે.

પણ આ સમગ્ર કિસ્સામાં જે સૌથી ચિંતાજનક બાબત છે તે એ કે આ બધા કેમેરાનો ઉપયોગ ભારતના વીજળી પુરવઠાને ખોરવી નાખવા માટે થઈ શકે છે. ચીનાઓએ કેવી રીતે ડિજિટલ ટેક્નોલોજીને મોટા પાયે છૂપી કાર્યવાહી સક્ષમ કરી છે! અગાઉ ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભાંગફોડ માટે જ્યાં ભૌતિક સાધનો અને એજન્ટોની જરૂર હતી તે કામ હવે વર્ચ્યુઅલ રીતે કરી શકે છે. આ ચિંતાજનક સ્થિતિ વિશે કદાચ ભારતીય એજન્સીઓ પણ હવે બરાબર સજાગ થઈ ગઈ છે અને શક્ય છે કે એ કારણે જ છેલ્લા થોડાં વર્ષમાં ચીની એપ્લિકેશન્સ સહિત ઘણી ચીની બાબતો ઉપર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો છે.

આ પણ વાંચોઃ નડિયાદઃ વાંસળીના સૂરથી 1 લાખથી વધુ અશક્ત-બીમાર ગાયોને સાજી કરવામાં આવીઃ જાણો આ અદ્દભૂત ઘટના વિશે

Back to top button