કરાચી એરપોર્ટ પાસે ફિદાયીન હુમલો: 2થી વધુ ચીની નાગરિકોના મૃત્યુ, અનેક ઘાયલ
- પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે હુમલાની સખત નિંદા કરી
કરાચી, 07 ઓક્ટોબર: પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવારે રાત્રે મોટો હુમલા થયો છે. પોર્ટ કાસિમ ઈલેક્ટ્રીક પાવર કંપની (પ્રાઈવેટ) લિમિટેડના ચીની કર્મચારીઓને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો થતાં બેથી વધુ ચીની નાગરિકોના મૃત્યુ થયા છે અને 16થી વધુ લોકો ઘાયલ થયા છે. દૂતાવાસના નિવેદન અનુસાર, પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે હુમલાની સખત નિંદા કરી, બંને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો તેમજ તેમના પરિવારો પ્રત્યે ઊંડી સાંત્વના વ્યક્ત કરી. પાકિસ્તાની અલગતાવાદી આતંકવાદી ગ્રુપ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે.
Ahead of #SCO meet, 7 Chinese nationals are reportedly dead, and 16 other persons, including Pak security personnel injured in a SVBIED blast in Karachi, Pakistan.
BLA has claimed responsibility for the attack, claiming it targeted a delegation of Chinese investors & engineers. https://t.co/aqdw5s3jZi pic.twitter.com/X95ia1cbrD
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 7, 2024
ચીની પક્ષે તાત્કાલિક એક ઇમરજન્સી યોજના શરૂ કરી અને વિનંતી કરતા કહ્યું કે, “પાકિસ્તાની સત્તાવાળાઓ હુમલાની તપાસ કરે, ગુનેગારોને સખત સજા કરે અને પાકિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લે.” વિસ્ફોટ બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા વળી ગયા હતા. આખા શહેરના રહેવાસીઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. વિસ્ફોટ સ્થળની નજીકના રસ્તા પર મોટી આગ દેખાતી હતી. ઉત્તર નાઝિમાબાદ અને કરીમાબાદ સહિત શહેરના વિવિધ ભાગોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
#WATCH | At least three foreign nationals died while 17 others sustained injuries in a huge explosion near Jinnah International Airport, Karachi, reports Pakistan’s Geo News.
(Video: Reuters) pic.twitter.com/qrJdStV9F7
— ANI (@ANI) October 7, 2024
નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં ફાટી નીકળી આગ
એરપોર્ટ નજીક ટ્રાફિક સિગ્નલ પાસે એક કારમાં આગ લાગી હતી. VIP પ્રોટોકોલ વાહનો સામાન્ય રીતે અહીં જ જાય છે. ઘટનાસ્થળે હાજર પત્રકારોના જણાવ્યા અનુસાર, ત્યાં પાર્ક કરેલા અન્ય વાહનોમાં પણ આગ લાગી હતી.
ઘટનાસ્થળે હાજર અન્ય એક પત્રકાર સઈદ વસીમે જણાવ્યું હતું કે, વિસ્ફોટ એરપોર્ટની બહાર જતા રસ્તા પર થયો હતો. અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કર્યા બાદ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ જૂઓ: ચેન્નઈમાં એર શો જોવા આવેલા 3 લોકોના ગૂંગળાઈ જવાથી મૃત્યુ