ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બરફ વર્ષા અને વરસાદથી હવામાનમાં આવશે પલટો, ગુજરાત સહિતના રાજ્યમાં ગગડશે પારો

નવી દિલ્હી, તા.6 ઓક્ટોબરઃ દેશભરમાં હવામાનમાં પલટો આવવાનો છે. પહાડો પર બરફ વર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેની અસર બિહાર,ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યો પર થઈ શકે છે. છેલ્લા બે દિવસથી આ રાજ્યોમાં હળવા વાદળો છવાયા છે અને લોકો તાપમાનમાં ઘટાડાનો અનુભવ કરી રહ્યા છે.

હવામાન નિષ્ણાત ફૈઝાન આરિફે પીટીઆઈને જણાવ્યું, મંગળવારથી જમ્મુ-કાશ્મીરમાં એક પશ્ચિમી વિક્ષોભ આવવાનું અનુમાન છે અને તેના પ્રભાવથી સામાન્ય રીતે વાદળ છવાયેલા રહી શકે છે. ઊંચાઈવાળા વિસ્તારમાં હિમ વર્ષા થઈ શકે છે, દિવસના તાપમાનમાં અનેક ડિગ્રી ઘટાડો થવાની આશા છે.

હાલ દિવસે ઉકળાટનો કરવો પડી રહ્યો છે સામનો

સ્કાયમેટ વેધરના ઉપાધ્યક્ષ મહેશ પલાવતના કહેવા મુજબ, ચોમાસાની વિદાય બાદ હાલ દિવસે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં થોડા જ દિવસોમાં રાહત મળી જશે. આગામી દિવસોમાં શુષ્ક અને ઠંડી હવાના કારણે તાપમાનમાં ઘટાડો થશે.ઓક્ટોબરના ત્રીજ સપ્તાથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે, જેનાથી ઠંડીની શરૂઆત થઈ જશે.

 હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે અલ નીનો નબળો પડવાથી અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં લા નીના સક્રિય થવાની પ્રક્રિયા પણ આગામી દિવસોમાં શરૂ થશે, જે ઠંડીને વધારવામાં મદદ કરી શકે છે. પરંતુ હજુ પણ ઠંડી ક્યારે શરૂ થશે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. લા નીના સામાન્ય રીતે તાપમાનમાં ઘટાડાનું કારણ બને છે. આ કારણે શિયાળામાં પણ વધુ વરસાદ પડે છે, જેના કારણે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું થઈ જાય છે.

આ વખતે ઠંડી ભુક્કા કાઢશે

હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વર્ષે કડકડતી ઠંડી પડી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં આ વખતે તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. આનું કારણ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન લા નીના સક્રિય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબર-નવેમ્બરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાની 71 ટકા સંભાવના છે. જો કે હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે ઠંડી કેટલી રહેશે તેની ચોક્કસ આગાહી નવેમ્બરમાં જ મળી શકશે. જો આ મહિને લા નીના સક્રિય રહેશે તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તીવ્ર ઠંડી પડી શકે છે. લા નીના સામાન્ય રીતે તાપમાનમાં ઘટાડાનું કારણ બને છે. જેના કારણે શિયાળામાં પણ વધુ વરસાદ પડે છે.

આ પણ વાંચોઃ પ્રેમી-પ્રેમિકા માણતા હતા શરીર સુખ, બનાવી લીધે વીડિયો ને પછી…

Back to top button