કેજરીવાલનો મોટો દાવો, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાંથી ડબલ એન્જિન સરકાર જશે
નવી દિલ્હી, તા.6 ઓક્ટોબરઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત જનસભાને સંબોધન કર્યુ હતું. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે ભાજપની કાર્યપદ્ધતિ અને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કેજરીવાલએ જનસભાને સંબોધતા કહ્યું, J&K અને હરિયાણામાંથી ડબલ એન્જિનની સરકારો જઈ રહી છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ આવું જ થશે. લોકો સમજી ગયા છે કે ડબલ એન્જિન સરકાર એટલે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર. દિલ્હીની ચૂંટણી આવશે, તેઓ ડબલ એન્જિન માંગશે. તમારે હરિયાણા વિશે પૂછવું જોઈએ કે તેમણે શું કર્યું છે. મણિપુરમાં ડબલ એન્જિન સરકાર સળગી રહી છે.
ગુજરાતને લઈ શું કહ્યું કેજરીવાલે?
અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા પીએમ મોદીના 10 વર્ષના કાર્યકાળ પર સવાલ ઉઠાવતાં કહ્યું, આ લોકોએ 10 વર્ષમાં કઈં જ કર્યુ નથી. આગામી એક વર્ષમાં પીએમ મોદી 75 વર્ષના થઈ જશે, કઈંક તો કરતા જાવ. કેજરીવાલે આગળ કહ્યું ગુજરાતમાં 30 વર્ષથી તેમની સરકાર છે, એક પણ સ્કૂલ ઠીક કરાવી નથી. હું તેમને પડકાર ફેંકુ છું કે તમે આ 22 વર્ષમાં એવું કોઈ કામ કરીને બતાવ્યું જે દિલ્હીમાં થયું છે. 10 વર્ષમાં તમે કંઈ કર્યુ નથી.
…તો હું મોદીનો ફ્રીમાં પ્રચાર કરીશઃ કેજરીવાલ
તેમણે એમ પણ કહ્યું કે, આજે હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. ફેબ્રુઆરી પહેલા 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરી દો, હું દિલ્હી ચૂંટણીમાં મોદીનો ફ્રીમાં પ્રચાર કરીશ.
VIDEO | “The double-engine governments are going from J&K and Haryana. The same will happen in Jharkhand and Maharashtra. People have understood that double-engine government means inflation, unemployment, and corruption. Delhi elections will come, they will ask for double-engine… pic.twitter.com/eltH5RYQPP
— Press Trust of India (@PTI_News) October 6, 2024
દિલ્હી પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું, દિલ્હીની સુરક્ષા ભાજપને આધીન છે, પોલીસ તેમની પાસે છે, છતાં દિલ્હીમાં ગુનાખોરી પર નિયંત્રણ કેમ નથી આવતું. તમે સુરક્ષાની જવાબદારી સંભાળી શકતા ન હો તો બીજાને કામ કરવા દો.
આ પણ વાંચોઃ હમાસના હુમલાનું એક વર્ષ, એલર્ટ પર ઇઝરાયેલ; ગાઝામાં આજે ફરી મસ્જિદ પર સ્ટ્રાઇક