બૉડી વોશનો ઉપયોગ કરતા પહેલાં જાણી લો તેના ફાયદા અને નુકસાન
લાઇફ સ્ટાઇલ ડેસ્ક, HD ન્યૂઝ: હવે મોટાભાગના લોકો સાબુને બદલે બૉડી વોશનો ઉપયોગ કરવાનું યોગ્ય માને છે. માર્કેટમાં તમને દરેક સ્કિન ટાઇપ પ્રમાણે બોડી વૉશ મળશે, જ્યારે સાબુમાં એવું નથી. શરીરને સ્વચ્છ રાખવા માટે સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. જો નિયમિત રીતે સ્નાન ન કરવામાં આવે તો શરીર પર તમામ પ્રકારના કીટાણુઓ વધવા લાગે છે, જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ લોકોનું જીવન મુશ્કેલ બનાવે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ દિવસમાં એકવાર સારી રીતે સ્નાન કરવું જોઈએ. લોકો ઘણા સમયથી નહાવા માટે સાબુનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ સમય બદલાતા તેમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે નિયમિતપણે નહાવા માટે સાબુને બદલે બૉડી વોશનો ઉપયોગ કરો છો, તો પહેલા તેના ફાયદા અને ગેરફાયદા જાણો.
બૉડી વોશના ફાયદા
- બૉડી વોશમાં કેટલાક એવા તત્વો હોય છે જે ત્વચાને નરમ રાખે છે, જ્યારે સાબુમાં મળી આવતા તત્વો ચામડીને સુકી બનાવે છે. આ સ્થિતિમાં બૉડી વોશના નિયમિત ઉપયોગથી તમારી ત્વચા નરમ રહેશે.
- બૉડી વોશમાં કેટલાક સુગંધી તત્વો હોય છે, જે તમને તાજગીનો અનુભવ કરાવે છે. આ સ્થિતિમાં ગરમી કે ભેજની સ્થિતિમાં તમે તાજગી અનુભવી શકો છો. જ્યારે સાબુમાં વધારે સુગંધ નથી હોતી.
- બૉડી વોશ હંમેશા બોટલમાં બંધ હોય છે, જેના કાણે તેના પર ગંદા હાથનો સ્પર્શ થતો નથી. બંધ હોવાના કારણે તેમાં કીટાણુંનો પણ ડર રહેતો નથી. આ સ્થિતિમાં સાબુની તુલનામાં વધારે હાઇજેનિક હોય છે.
- કેટલાક બૉડી વોશમાં સ્ક્રબ પાર્ટિકલ્સ હોય છે, જે ત્વચાની ડેડ સ્કીનને હટાવીને એક્સફોલિએશનનું કામ કરે છે. જેનાથી ત્વચામાં વધુ નિખાર આવે છે. આ સ્થિતિમાં બૉડી વોશનો ઉપયોગ તમે સ્ક્રબ માટે પણ કરી શકો છો.
બૉડી વોશના આ છે નુકસાન
- બજારમાં મળતાં અનેક પર્કારના બૉડી વોશમાં હાર્શ કેમિકલ્સ જેવા કે સલ્ફેટ્સ, પૈરાબેંસ હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તેનો ઉપયોગ સમજી વિચારીને કરો. બૉડી વોશ ખરીદતી વખતે તેમાં રહેલા તત્વો પર એક નજર જરૂર કરો.
- સાબુની સરખામણીએ બૉડી વોશ વધારે મોંઘા હોય છે અને જલદી ખતમ પણ થઈ જાય છે. જેથી તેનો ખર્ચ વધી જાય છે. જો તમે બજેટમાં રહીને ખર્ચ કરવા માંગતા હો તો બૉડી વોશના ઉપયોગથી બચવું જોઈએ.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.