ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત ATSનું મેગા ઓપરેશનઃ MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Text To Speech
  • ભોપાલમાં દિલ્હી NCB સાથે સંયુક્ત દરોડો
  • આશરે 1800 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

અમદાવાદ, 6 ઓક્ટોબર : ગુજરાત ATS અને NCB દિલ્હીની ટીમે સંયુક્ત રીતે ભોપાલમાંથી MD ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપી લીધી છે. આ દરોડા દરમિયાન આશરે રૂ.1800 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 2 શખસોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ દરોડામાં સ્ટાફ દ્વારા ઘણા લાંબા સમયથી ફેકટરી ઉપર વોચ રાખવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન

ગુજરાત ATS અને NCB દિલ્હીની ટીમે કરેલી સંયુક્ત કામગીરી અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X ઉપર પોસ્ટ કરી માહિતી આપી હતી અને આ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button