ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP: બોર્ડની ટૉપર એક દિવસની બની DM, 2 સમસ્યાનો લાવી ઉકેલ

Text To Speech

લખનઉ, તા. 6 ઓક્ટોબર: ઉત્તરપ્રદેશની બોર્ડ પરીક્ષામાં ટૉપર રહેલી કામિની ગંગવાર શનિવારે એક દિવસ માટે રામપુરની ડીએમ બની હતી. કામિની ગંગવાર ઉત્તર ધનેલી ગામની કલાવતી કન્યા ઇન્ટર કોલેજની છાત્રા છે. ડીએમ બનીને કામિનીએ ખુશી વ્યક્ત કરી અને બે સમસ્યાનો ઉકેલ પણ લાવી હતી.

કામિનીના પિતા છે ખેડૂત

કામિની મિલક જિલ્લાના દેવરી બુઝુર્ગ ગામની રહેવાસી છે. તેના પિતા કરનસિંહ ખેડૂત છે. શનિવારે ડીએમ જોગિંદર સિંહે કામિની ગંગવારને કાર્યભાર સોંપ્યો હતો. ડીએમ બનવા પર તેણે લોકોની સમસ્યા સાંભળી અને બે સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કર્યું.

ડીએમની કામગીરીના અનુભવ અંગે કામિનીએ કહી આ વાત

કામિનીએ એક દિવસનો અનુભવ મીડિયા સાથે શેર કરતાં જણાવ્યું, તેણી સડક અને રાશન સંબંધિત ફરિયાદનો ઉકેલ લાવી હતી. દીકરીઓ તેમના સપના પૂરા કરી શકે તે માટે તેણી સ્વતંત્રતા આપવાની વાત કહી હતી. કામિનીની બહેન પૂનમ ગંગવાર પણ આ સ્કૂલની ઈન્ટરમીડિયેટ ટૉપર રહી ચુકી છે.

ડીએમ જોગિંદર સિંહે શું કહ્યું?

ડીએમ જોગિંદર સિંહે કહ્યું, મિશન શક્તિ અંતર્ગત દીકરીઓને સશક્ત બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. દીકરીઓમાં સાહસ આવે તે હેતુથી વિદ્યાર્થીનીને ડીએમ બનાવવામાં આવી હતી. મહિલા કલ્યાણ વિભાગ તરફથી ચલાવવામાં આવતી યોજનાઓથી મહિલાઓ, દીકરીઓ સશક્ત બની રહી છે.

સ્કૂલ સંચાલક અને ભાજપ જિલ્લા મહામંત્રી હરીશ ગંગવારે જણાવ્યું, સ્કૂલ માટે આ ગૌરવનો દિવસ છે. સ્કૂલની ટૉપર વિદ્યાર્થીનીને ડીએમ બનવાનો મોકો મળ્યો. આચાર્ય મોહમ્મદ અંસારીએ પણ તેમની વિદ્યાર્થીનીને અભિનંદન આપીને ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ હમાસના હુમલાનું એક વર્ષ, એલર્ટ પર ઇઝરાયેલ;  ગાઝામાં આજે ફરી મસ્જિદ પર સ્ટ્રાઇક

Back to top button