આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

હમાસના હુમલાનું એક વર્ષ, એલર્ટ પર ઇઝરાયેલ; ગાઝામાં આજે ફરી મસ્જિદ પર સ્ટ્રાઇક

Text To Speech

તેલ અવીવ, તા. 6 ઑક્ટોબરઃ ઇઝરાયેલ પર હમાસના મિસાઇલ હુમલાનું 7 ઑક્ટોબરે એક વર્ષ પૂરું થઈ જશે. હમાસના આ હુમાલામાં ઇઝરાયેલના 1000થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ ઇઝરાયેલે હમાસને નાશ કરવાની કસમ ખાધી અને એરસ્ટ્રાઇકથી પલટવાર કર્યો. આ ક્રમ આજદિન સુધી શરૂ છે.

ગત વર્ષે 7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલામાં 1205 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં મોટાભાગના આમ આદમી હતી. હમાસના આતંકીઓ ઇઝરાયેલની સરહદમાં ઘૂસી ગયા અને ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. જે બાદ ઇઝરાયેલે હમાસ પર આક્રમણ કર્યુ અને ગાઝાને તબાહ કરી દીધું હતું.

દેખાવકારોએ કરી યુદ્ધ વિરામની માંગ

એક તરફ ઇઝરાયેલ હમાસ પર હુમલા કરી રહ્યું છે તો બીજી તરફ પેલેસ્ટાઇનમાં યુદ્ધના એક વર્ષ થવા પર હજારો દેખાવકારો એકત્ર થયા હતા. તેમણે ગાઝા અને લેબનોનમાં યુદ્ધ વિરામની માંગ કરી હતી. પેલેસ્ટાઇનના સમર્થક યુરોપ, આફ્રિકા અને અમેરિકાના શહેરોમાં એકત્ર થયેલા દેખાવકારોએ જણાવ્યું, જો આવું જ ચાલતું રહેશે તો કંઇ બચશે નહીં, તેથી હવે યુદ્ધ વિરામ કરવું જોઈએ.

આજે ગાઝાની મસ્જિદ પર ઇઝરાયેલે ફરી કરી એર સ્ટ્રાઇક

આજે સવારે સેન્ટ્રલ ગાઝાની મસ્જિદ પર ઇઝરાયેલે એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં 21 લોકોના મૃત્યુ થયા હોવાનું પેલેસ્ટાઇન મેડિકલ ઓથોરિટીએ જણાવ્યું હતું. ઇઝરાયેલા મિલિટ્રી દ્વારા મસ્જિદ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હોવા અંગે કોઇ નિવેદન કરવામાં આવ્યું નથી.

ગાઝામાં અત્યાર સુધીમાં આશરે 42000 લોકોના મૃત્યુ

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 7 ઓક્ટોબર 2023થી ગાઝામાં આજદિન સુધીમાં આશરે 42000 લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચોઃ ઇઝરાયેલે શરૂ કર્યા જવાબી હુમલા, હિઝબુલ્લાહ અને હમાસના નવા ચીફ માર્યા ગયા

Back to top button