ગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠા : ડીસા પાલિકા પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર સામે કૌભાંડના આક્ષેપો

Text To Speech
  • પાણી પુરવઠાના ચેરમેને જ આક્ષેપો કરતા હડકંપ
  • કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી ખોટા બીલો બનાવી રહ્યા હોવાના આક્ષેપો

પાલનપુર, 5 ઓક્ટોબર : ડીસા નગરપાલિકામાં અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યાં જ પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેને તેમના જ વિભાગના એન્જિનિયર સામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. જે અંગે તેમને ચીફ ઓફિસરને લેખીત માં રજુઆત કરીને તપાસ કરવાની માગણી કરી છે. જેને લઈને પાલિકા વર્તુળમાં હડકંપ મચી ગયો છે.

ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં પાણી પુરવઠા એન્જિનિયર તરીકે એસ.બી.જાદવ ફરજ બજાવે છે. તેઓ યોગ્ય રીતે ફરજ ના બજાવતા હોવાની તેમના જ વિભાગના ચેરમેન પિંકેશભાઈ દોશી એ અગાઉ રજૂઆત કરીને તેમને ફરજ મુક્ત કરી દેવા માટેની માગણી કરી હતી, પરંતુ તે અંગે ચીફ ઓફિસર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી પીન્કેશભાઈ દોશીએ ગુરુવારે ફરીથી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.

જેમાં તેમને જણાવ્યું છે કે, પાણી પુરવઠા વિભાગના કામો શહેરમાં જે ચાલી રહ્યા છે, જેમાં માલ ખરીદ્યા વગર જ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મિલ ભગતથી કામો કર્યા વગર ખોટા બિલ અને વાઉચરો બનાવીને કરોડો રૂપિયાનું આચરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે પાણી પુરવઠા ની ખરીદી અંગેનું માલની આવક – જાવક નું રજીસ્ટર પાલિકામાં હોવા અંગે પણ આશંકા વ્યક્ત કરી હતી.

જ્યારે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે ટેન્ડરમાં અમુક શરતો રાખીને પાલિકાની તિજોરી ને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પિંકેશભાઈએ પાણી પુરવઠા એન્જિનિયર એસ.બી જાદવ સામે તપાસ કરીને પાલિકાને નુકસાન થતા નુકશાન માંથી બચાવવા માટે પાણી પુરવઠા એન્જિનિયર એસ.બી.જાદવને ફરજ મુક્ત કરવાની પણ માગણી કરી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરાય તો કોર્ટનો આશરો લેવાની પણ તેમને ચીમકી આપી દીધી છે. આમ પાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં થતા કથિત કૌભાંડ ને લઈને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરતા ચીફ ઓફિસરે તપાસ કરીને કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :- હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલ અંદાજ

Back to top button