સૂર્યમાંથી અચાનક નીકળી ભયંકર જવાળા! NASAના વિજ્ઞાનીઓ રહી ગયા દંગ, જુઓ વીડિયો
- અચાનક સૂર્યમાંથી 7.1 શ્રેણીની ખૂબ જ ભયંકર જ્વાળાઓ બહાર આવવા લાગી
HD ન્યૂઝ ડેસ્ક, 5 ઓકટોબર: ધગધગતા સૂર્યને અચાનક શું થઈ ગયું, તેમાં અગ્નિનો ખૂબ તીવ્ર જ્વાળામુખી કેવી રીતે ફાટવા લાગ્યો? સૂર્ય તો એમ પણ આગના ગોળો છે અને હવે આ આગના ગોળામાં પણ જબરદસ્ત વિસ્ફોટ (Sun Flare) થવા લાગ્યા, એટલે કે સૂર્યની જ્વાળાઓ ફૂટવા લાગી. આ નજારો સૂર્યની સપાટી પર જોવા મળ્યો, જેને જોઈને NASAના વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, અચાનક સૂર્યમાંથી ખૂબ જ ભયંકર જ્વાળાઓ બહાર આવવા લાગી. આ જ્વાળાઓ 7.1 શ્રેણીની હતી.
Here’s another view of today’s X9-class solar flare, the most powerful of this solar cycle, featuring two different wavelengths of extreme ultraviolet light captured by NASA’ Solar Dynamics Observatory. 🧐 pic.twitter.com/pgruMrNdjC
— NASA Sun & Space (@NASASun) October 3, 2024
નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂર્યમાંથી ઉઠનારી ભીષણ જ્વાળાઓ અથવા સૌર જવાળા(Solar Flare)માં ઉગતી ભીષણ જ્વાળાઓની તસવીર કેપ્ચર કરી હતી. જે બાદ આગામી સમયમાં સૂર્યની સપાટી પર સન સ્પોટ ગ્રૂપમાંથી મોટા વિસ્ફોટ જોવા મળ્યા છે.
નાસા સન એન્ડ સ્પેસ દ્વારા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું કે, X9 શ્રેણીનું સૌર જ્વાળાનું બીજું દૃશ્ય, જે આ સૌર ચક્રમાં સૌથી શક્તિશાળી છે, તેમાં નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી દ્વારા કેપ્ચર કરાયેલ તેજસ્વી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની બે અલગ અલગ તરંગલંબાઇઓનો સમાવેશ થાય છે.
સૌર જ્વાળાઓના પ્રકાર
સૌર જ્વાળાઓ ત્રણ પ્રકારના હોય છે.
- X વર્ગ; સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.
- M વર્ગ: આ જ્વાળાઓ મધ્યમ હોય છે.
- C વર્ગ: આ જ્વાળાઓ સૌથી ઓછી શક્તિશાળી છે.
આ સૌર જ્વાળાઓ ખૂબ જ તીવ્ર
આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ARIES)ના ભૂતપૂર્વ કાર્યકારી નિર્દેશક અને સૌર વિજ્ઞાની ડૉ. વહાબુદ્દીન સતત સૂર્યની પ્રવૃત્તિનું અવલોકન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઓક્ટોબર મહિનામાં જે સૌર જ્વાળાઓ ઉભી થઈ તે ખૂબ જ મજબૂત હતી.
સૂર્યમાં ઉઠતાં જ્વાળામુખીનો વીડિયો
Here’s a focus on that solar flare I captured yesterday.
This is the first time I captured one this big.
the video is not inverted, so the sunspots appear dark while the flare is super bright which oversaturate the pixels.
enjoy and please share #astronomy #Astrophotography pic.twitter.com/H18tBXlQ0w— David 🇮🇱🇺🇸 (@daviddayag) April 19, 2022
ટ્વિટર પર સોલાર ફ્લેરના ઘણા વીડિયો અને ફોટા બહાર આવ્યા છે. લોકોએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો. ડેવિડ નામના ટ્વિટર યુઝરે સોલાર ફ્લેરનો વીડિયો જાહેર કર્યો અને લખ્યું કે, “મેં કેપ્ચર કરેલા સોલર ફ્લેર પર ફોકસ કરો. આવું દ્રશ્ય મેં પહેલીવાર જોયું. વીડિયો ઊલટો નથી એટલે સનસ્પોટ્સ ઘાટા દેખાય છે, જ્યારે ફલેયર સુપર બ્રાઇટ છે, જે પિક્સેલને ઓવરસેચ્યુરેટ કરે છે.”
સૌર જ્વાળાઓ કેટલી શક્તિશાળી હોય છે?
દરેક સૌર જ્વાળાને 1થી 10 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેના દ્વારા જ તેમની તીવ્રતા જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, X2 વર્ગની જ્વાળા X1 કરતાં બમણી વધુ શક્તિશાળી હોય છે. એ જ રીતે, X3એ X1 કરતાં 4 ગણી વધુ શક્તિશાળી માનવામાં આવે છે.
આ પણ જૂઓ: અવકાશમાંથી પૃથ્વીનો સૂર્યોદય કેવો દેખાય છે? સામે આવ્યો અદ્દભુત વીડિયો!