આ 5 સરકારી યોજનામાં મળે છે સસ્તામાં ઘર, આ રીતે ઉઠાવો લાભ
નવી દિલ્હી, તા. 5 ઓક્ટોબરઃ ગરીબોને ઘરનું ઘર આપવા માટે સરકાર ઘણી યોજના માટે સરકાર અનેક એવી યોજનાઓ લઇને આવે છે, આ યોજનાઓનો હેતુ તેમને સારી સુવિધાઓ પ્રદાન કરવાનો હોય છે. જેમકે રાશન આપવું, ખેડૂતો માટે પીએમ કિસાન યોજના વગેરે. આ પ્રકારી ગરીબોને ઘર આપવા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. જે અંતર્ગત સસ્તામાં ફ્લેટ, ઘર આપવામાં આવે છે. અનેક મકાન બનાવવા માટે ઓછું વ્યાજ આપવું પડે છે. આજે અમે તમને આવી જ 5 યોજનાઓ અંગે જણાવીશું.
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાઃ આ યોજના અંતર્ગત સરકાર ગરીબોને ઘર આપે છે. ભારત સરકારે આ યોજના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે શરૂ કરી છે. PMGAY યોજના અંતર્ગત સરકારનું લક્ષ્ય 1 કરોડ ઘર બનાવવાનું છે. ઉપરાંત ગ્રામીણોને 2 લાખ રૂપિયા સુધી હોમ લોન પર 3 ટકા છૂટ પણ મળે છે.
ક્રેડિટ લિંક્ડ સબ્સિડી યોજનાઃ ક્રેડિટ લિંક્ટ સબ્સિડી યોજનામાં આર્થિક રીતે નબળા, ઓછી આવક ધરાવતાં લોકોને વ્યાજ દર સંબંધિત છૂટ આપે છે. આ શ્રેણીમાં આવતાં લોકો આઈસીઆઈસીઆઈ બેંકમાં આ સુવિધાનો લાભ લઈ શકે છે. બેંક 2.67 લાખ રૂપિયા સુધીની વ્યાજ સબ્સિડી આપે છે.
રાજીવ આવાસ યોજનાઃ આ યોજના 2009માં ગેરકાયદે બાંધકામ અને ઝૂંપડાઓને ખતમ કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ ભારતના નિમ્ન આવક ધરાવતા ગ્રુપોને સામાજિક સુવિધા આપવાનો છે. આ યોજનામાં ઝૂંપડાની જગ્યાએ લોકોને પાકા મકાન બનાવી આપવામાં આવે છે.
મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેંટ ઓથોરિટી એક લોટરી યોજના છે. જે સરકારી આવાસ યોજનાઓ અંતર્ગત આવેછે. અહીંયા રહેવાસીઓને સસ્તા દરે ઘર આપવામાં આવે છે. આ યોજનામાં ગરીબી રેખા હેઠળ આવતાં લોકો અરજી કરી શકે છે. અરજી કરનારા લોકોની સંખ્યા વધારે હોવાથી ડ્રો દ્વારા લાભાર્થી નક્કી કરવામાં આવે છે.
દિલ્હીમાં પણ ડીડીએ સ્કીમ ડિસેમ્બર 20118માં શરૂ કરવામાં આવી હતી. તેનો પહેલો ઉદ્દેશ ઓછી, મધ્યમ આવક ધરાવતાં લોકોને ફલેટ આપવાની હતી. જોકે આ યોજના અંતર્ગત તમામ વર્ગોના લોકો અરજી કરી શકે છે. તમામને અલગ અલગ કિંમતો પર ફલેટ આપવામાં આવે છે.
કેવી રીતે ઉઠાવશો લાભ
આ તમામ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારે સંબંધિત વેબસાઇટ્સની મુલાકાત લેવી પડશે. ત્યાં આપેલી સૂચનાઓ વાંચીને ઑનલાઇન કે ઑફલાઇન ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચોઃ શું PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા છે? જાણો હકીકત