શું સાવિત્રી જિંદલ સહિત ચાર નેતાઓને ભાજપ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા? જાણો સત્ય
- ભાજપના ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે
ચંદીગઢ, 5 ઓકટોબર: હરિયાણામાં આજે શનિવારે વિધાનસભા ચૂંટણીના દિવસે ભાજપના ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ચાર અપક્ષ ઉમેદવારોના નામ સામેલ છે. એટલું જ નહીં, આ પોસ્ટમાં ભાજપના કુરુક્ષેત્રના સાંસદ નવીન જિંદલના માતા સાવિત્રી જિંદલનું નામ પણ છે. હરિયાણા ભાજપે વાયરલ પોસ્ટ અંગે સત્ય જણાવ્યું છે. એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી હરિયાણા દ્વારા આવો કોઈ પત્ર જારી કરવામાં આવ્યો નથી. આ ફેક ન્યૂઝ છે.
Fake News Alert
भारतीय जनता पार्टी हरियाणा द्वारा इस तरह की कोई भी चिट्ठी जारी नहीं की गई है🙏🏻 pic.twitter.com/ipI8xqh41j
— Haryana BJP (@BJP4Haryana) October 5, 2024
વાયરલ પોસ્ટમાં શું લખ્યું હતું?
ઉલ્લેખનીય છે કે, વાયરલ પોસ્ટને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટ તરીકે વર્ણવવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડી રહેલા પાર્ટી કાર્યકર્તાઓને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે. આ પોસ્ટમાં સાવિત્રી જિંદલ, ગૌતમ સરદાના, તરુણ જૈન અને અમિત ગ્રોવરના નામ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા લોકોમાં સામેલ છે.
હકાલપટ્ટીના પ્રશ્ન પર સાવિત્રી જિંદલે શું કહ્યું?
જ્યારે સાવિત્રી જિંદલને ભાજપમાંથી હાંકી કાઢવાની વાયરલ પોસ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “મને આ વિશે કંઈ ખબર નથી. જો મને ખબર પડશે તો હું તમને કહીશ. હું અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છું. હિસાર પરિવાર જેમ ઇચ્છશે તેમ હું કરીશ. મને હકાલપટ્ટી વિશે અત્યારે કંઈ ખબર નથી.” ઉલ્લેખનીય છે કે, સાવિત્રી જિંદાલ 2009માં કોંગ્રેસની ટિકિટ પર હિસાર બેઠક પરથી જીત્યા હતા. 2014ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા હતા જિંદલ
#WATCH | Haryana: BJP MP Naveen Jindal reaches a polling station in Kurukshetra on a horse, to cast his vote for the Haryana Assembly elections. pic.twitter.com/cIIyKHXg0n
— ANI (@ANI) October 5, 2024
બીજી તરફ સાવિત્રી જિંદલના પુત્ર નવીન જિંદલ ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, “ઘોડા પર સવારી કરવી શુભ માનવામાં આવે છે. મારી માતા સાવિત્રી જિંદલ હિસારથી ચૂંટણી લડી રહ્યા છે. તે હિસારના વિકાસ માટે ઘણું કરવા માંગે છે.” એક ઈન્ટરવ્યુ દરમિયાન નવીન જિંદલે પોતાની માતાના બીજેપી સામે બળવો કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ટિકિટની વહેંચણીના પક્ષના નિર્ણયને યોગ્ય માનું છું, પરંતુ હું મારી માતાના નિર્ણયનું પણ સન્માન કરીશ અને તેમનું સમર્થન કરીશ.
આ પણ જૂઓ: રાજસ્થાનના DyCMના પુત્રની રીલ પર કાર્યવાહી: 7 હજાર દંડ, વાહન માલિકને નોટિસ!