ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

દેશમાં મંકીપોક્સનું જોખમ, દિલ્લીમાં નોંધાયો ત્રીજો કેસ

Text To Speech

દેશમાં મંકીપોક્સનો ગ્રાફ ધીમે ધીમે વધી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. દિલ્હીમાં રહેતો એક નાઈજીરિયન નાગરિક મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો છે. દિલ્હીનો આ ત્રીજો મંકીપોક્સ કેસ છે. આ પહેલા પણ વધુ બે મામલા સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં મંકીપોક્સથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે.

monkeypox

તમને જણાવી દઈએ કે સોમવારે જ બીજો મામલો સામે આવ્યો હતો. એક 35 વર્ષીય નાઈજીરિયન વ્યક્તિ આ ચેપથી સંક્રમિત જોવા મળ્યો હતો. નાઈજિરિયન વ્યક્તિ છેલ્લા પાંચ દિવસથી તાવ સામે ઝઝૂમી રહ્યો હતો અને તેના શરીર પર ફોલ્લીઓ પણ જોવા મળી હતી. જેના કારણે તેમને દિલ્હીની સરકારી હોસ્પિટલ એલએનજેપીમાં દાખલ કરવામાં આવ્યા હતા.

77 દેશોમાં મંકીપોક્સનો ખતરો

77 દેશો આ ખતરનાક વાયરસ મંકીપોક્સની ચપેટમાં આવી ગયા છે. વિશ્વમાં 20 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. આ જીવલેણ રોગે આફ્રિકન દેશોમાં હાહાકાર મચાવ્યો છે. જેના કારણે ત્યાં લગભગ 75 લોકોએ જીવ ગુમાવ્યા છે.

monkey pox

મંકીપોક્સ અંગે ભારત સરકાર એલર્ટ

ભારત સરકાર આ જીવલેણ વાયરસ મંકીપોક્સને લઈને એલર્ટ મોડમાં આવી છે. કેન્દ્ર સરકારે આ વાયરસ પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટીમનું નેતૃત્વ ડૉ. વી.કે. પોલ, સભ્ય, નીતિ આયોગ કરશે અને સભ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ફાર્મા અને બાયોટેકના સચિવોનો સમાવેશ થશે.

Back to top button