ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ઓલિમ્પિક સ્ટાર મનુ ભાકરનું ડેબ્યૂ, મતદાન કેન્દ્ર પર પરિવાર સાથે પહોંચીને આપ્યો મત

Text To Speech
  • દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ: ઓલિમ્પિક સ્ટાર 

હરિયાણા, 5 ઓકટોબર: પેરિસ ઓલિમ્પિક-2024માં બે મેડલ જીતનારી ભારતની યુવા મહિલા શૂટર મનુ ભાકરે આજે શનિવારે પોતાના જીવનમાં એક અલગ જ ડેબ્યૂ કર્યું છે. હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન મનુ ભાકરે પણ પોતાના પરિવાર સાથે મતદાનમાં ભાગ લીધો હતો. બે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકરે પ્રથમ વખત પોતાનો મત આપ્યો હતો. આ દરમિયાન તેમણે દેશના યુવાનોને મેસેજ આપતા કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેઓ દેશના વિકાસમાં યોગદાન આપી શકે.

 

મનુએ પહેલીવાર પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે ઝજ્જરના ગોરિયાના બૂથ નંબર 142 પર મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમના પિતા અને માતા તેમની સાથે જોવા મળ્યા હતા. પ્રથમ વખત મતદાન કર્યા બાદ મનુ ભાકર ખૂબ જ ખુશ દેખાતી હતી.

આપણા બધાની જવાબદારી: મનુ ભાકર

મતદાન કર્યા બાદ મનુ ભાકરે દેશના યુવાનોને સંદેશ આપ્યો અને કહ્યું કે, આપણા મતનો ઉપયોગ કરવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. મને લાગે છે કે યુવાન હોવાને કારણે, આપણા બધાની જવાબદારી છે કે આપણે મત આપવો જોઈએ, તમે જેને તમારી સમજણ મુજબ શ્રેષ્ઠ ઉમેદવાર માનો છો તેને મત આપો કારણ કે આપણા નાના-નાના પગલા પણ આપણને મહાન ઊંચાઈ પર લઈ જાય છે.”

 

મનુ ભાકરે કહ્યું કે, “જ્યાં સુધી વિકાસની વાત છે, તે મોટાભાગે આપણા હાથમાં છે કે આપણે કોને પસંદ કરીએ અને પછી તે વ્યક્તિ આગળ વધીને આપણા સપનાઓને પૂરા કરી શકે. મને પહેલી વાર વોટ કરવાનો મોકો મળ્યો. હું ખૂબ જ ઉત્સાહિત હતી. “

ઈતિહાસ રચ્યો

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા. તેમણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તેમજ તેમણે સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર મનુ ભાકર પ્રથમ ભારતીય ખેલાડી છે.

આ પણ જૂઓ: હરિયાણાની તમામ 90 બેઠકો પર મતદાન ચાલુ, મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી

Back to top button