ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું થયું અવસાન
ગાંધીનગર, 5 ઓકટોબર: ગાંધીનગર દક્ષિણના ભૂતપૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે શનિવારે સવારે નિધન થયું છે. 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. જેને પગલે તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. જેમની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનથી સેક્ટર 30ના અંતિમધામ સુધી નીકળશે. શંભુજી ઠાકોર વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.
ગાંધીનગર વિધાનસભા ના પૂર્વ ઉપાધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણ ના પૂર્વ ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર નુ આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમની શ્મશાન યાત્રા સવારે સાડા નવ વાગ્યે સેક્ટર ૨૭ શીવ શક્તિ સોસાયટી ખાતે નિકળી સેક્ટર ૩૦ શ્મશાન ખાતે જશે 🙏ૐ શાંન્તિ ૐ 🙏 @BJP4Gujarat @BJP4Gandhinagr pic.twitter.com/G2R56sh0PX
— Amrutbhai Rathod (@AmrutbhaiRatho1) October 5, 2024
2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
ઉલ્લેખનીય છે કે, શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતાઓ પૈકીના એક હતા. વર્ષ 2012 અને 2017માં તેઓ ગાંધીનગર (Gandhinagar) દક્ષિણ, ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને (Alpesh Thakor) જવાબદારી સોંપી હતી.
આ પણ જૂઓ: વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની માંગ કરતી અરજી ફગાવી દેવાઈ