ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિદેશ મંત્રી એસ જયશંકર જશે પાકિસ્તાન, SCO સમિટમાં લેશે ભાગ

Text To Speech

નવી દિલ્હી, તા.4 ઓક્ટોબરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે રાજકીય સંબંધ માત્ર કહેવા પૂરતા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે. તેઓ SCO (શાંઘાઈ કોપોરેશન ઓર્ગેનાઇઝેશન)ની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના પ્રવાસે જશે.

SCO બેઠક આ મહિને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાશે. 15-16ઓક્ટોબરે યોજાનારા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેથી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આ સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન જશે.


પાકિસ્તાને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું

ઓગસ્ટ મહિનાના અંતમાં પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને SCO બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે તે પછી ભારત તરફથી આ બેઠકમાં કોણ ભાગ લેશે તે જાહેર કરવામાં આવ્યું નહોતું. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદી SCOની બેઠકમાં ભાગ નહીં લે. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

SCO નું મહત્વ શું છે?

SCO સમિટ પહેલા મંત્રી સ્તરની મંત્રણા અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોના અનેક રાઉન્ડ યોજાશે. તે સભ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવતાવાદી સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. SCO એ ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનું એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા જૂથ છે.

આ પણ વાંચોઃ શું PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા છે? જાણો હકીકત

Back to top button