‘મુસ્લિમ દેશોનો એક જ દુશ્મન’ ઈરાનના ખામેનેઈનો ઈઝરાયલ પર વાર
ઈરાન – 4 ઓકટોબર : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનેઈએ શુક્રવારની નમાજનું નેતૃત્વ કરતી વખતે લોકોને સંબોધિત કર્યા હતા. તેઓ પાંચ વર્ષમાં પહેલીવાર જનતાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઈઝરાયેલ પર પ્રહાર કરતા કહ્યું કે મુસ્લિમ દેશોનો એક જ દુશ્મન છે અને તેને સાથે મળીને હરાવવો પડશે. હિઝબુલ્લાના વડા નસરાલ્લાહના મોત બાદ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર છોડવામાં આવેલી મિસાઈલો પર પણ ખમેનીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે હુમલાને કાયદેસર ગણાવ્યો હતો. “થોડી રાત પહેલા અમારા સશસ્ત્ર દળોનું ઓપરેશન કાયદેસર હતું,” તેમણે કહ્યું.
પોતાના સંબોધનમાં આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું કે અમે ઇઝરાયેલને જવાબ આપવામાં વિલંબ કે ઉતાવળ નહીં કરીએ. જ્યારે ખમેની ઈરાનના લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે રાઈફલ પણ હતી. તેમનો ઉપદેશ ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાના થોડા દિવસો બાદ આવ્યો હતો. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર આતંકી હુમલો કર્યો હતો, જે બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો હતો. ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસ પર શક્તિશાળી વળતો હુમલો કર્યો અને પછી લેબનોનમાં પણ હિઝબુલ્લાહને નિશાન બનાવ્યું. આ દરમિયાન હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહનું પણ મોત થયું હતું, જે બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
‘હિઝબુલ્લાહ અને હમાસ સામે ક્યારેય નહિ જીતી શકે ઈઝરાયલ’
ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનાઈએ લેબનોન અને પેલેસ્ટાઈનના લડવૈયાઓને કહ્યું કે તમારી તાકાત લોહિયાર જંગથી તમારી તાકાત ઓછી ન થવી જોઈએ. ઇઝરાયેલ ક્યારેય હિઝબુલ્લાહ અને હમાસને જીતી શકશે નહીં. ઇઝરાયેલનું તાજેતરનું વર્તન ગુસ્સો વધારી રહ્યું છે અને પ્રતિકારની ઇચ્છાને મજબૂત કરી રહ્યું છે. ઇઝરાયેલ હત્યાઓ અને નાગરિક હત્યાઓ દ્વારા જીતવાનો ઢોંગ કરી રહ્યું છે. ખામેનેઈએ યુ.એસ. પર પણ નિશાન સાધતા કહ્યું કે, ઇઝરાયેલની સુરક્ષા જાળવવા પર યુએસનું ધ્યાન ક્ષેત્રના સંસાધનોને જપ્ત કરવાની તેની નીતિને છુપાવવા માટે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવા આજે મળી શકે છે લીલી ઝંડી, જાણો પૂરી વિગત