ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરે 2023માં 10 લાખથી વધુ નોકરીઓ ઉત્પન્ન કરી

નવી દિલ્હી, 4 ઓકટોબર: 2023માં ભારતીય રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોજગાર અંદાજિત 1.02 મિલિયન (10.02 લાખ) સુધી પહોંચી ગયું છે, જે સ્વચ્છ ઉર્જામાં દેશના વધતા નેતૃત્વને પ્રકાશિત કરે છે અને આર્થિક વૃદ્ધિને વેગ આપતી ગ્રીન જોબ્સ બનાવવા પર તેનું ધ્યાન કેન્દ્રિત કરે છે તેમ આજે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે.

 

હાઇડ્રોપાવર અને સૌર PV સેક્ટરમાં કેટલી નોકરીઓ?

ભારતમાં રિન્યુએબલ સેક્ટરમાં હાઇડ્રોપાવર સૌથી મોટી નોકરીદાતા હતી, જેને લગભગ 453,000 નોકરીઓ પૂરી પાડી છે, અને તે વૈશ્વિક ટોટલમાં 20 ટકા હિસ્સો ધરાવે છે, જે ચીન પછી બીજા ક્રમે છે. જ્યારે દેશમાં સૌર પીવી સેક્ટરે લગભગ 318,600 લોકોને ઓન-ગ્રીડ અને ઓફ-ગ્રીડ બંને સિસ્ટમમાં રોજગારી આપી છે. ભારતે 2023માં 9.7 GW(gigawatts) સોલર PV ક્ષમતાનો ઉમેરો કર્યો છે અને નવા ઈન્સ્ટોલેશન તેમજ સંચિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે પાંચમું સ્થાન મેળવ્યું છે, જે વર્ષના અંત સુધીમાં 72.7 GW સુધી પહોંચી ગયું.

ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA) અનુસાર, વૈશ્વિક રિન્યુએબલ એનર્જી વર્કફોર્સ વધીને 16.2 મિલિયન થઈ ગયું છે, જે 2022માં 13.7 મિલિયન હતું, ભારતે આ વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ રિપોર્ટ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.

નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જાના મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારતમાં નવીનીકરણીય ઉર્જા સતત વૃદ્ધિ પામી રહી છે, તે માત્ર અર્થવ્યવસ્થાને વેગ આપી રહી નથી પરંતુ લાખો લોકો માટે ટકાઉ આજીવિકા પણ બનાવી રહી છે.”

અહેવાલ મુજબ, ભારતની ઓપરેશનલ મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 2023માં 46 GW હતી, અને 2024માં તે વધીને 58 GW થવાની ધારણા છે. તેવી જ રીતે, સેલ ઉત્પાદન ક્ષમતા 2023માં 26 GW હતી અને 2024માં 32 GW સુધી પહોંચે તેવો અંદાજ છે, જેનાથી ભારત ચીન પછી વૈશ્વિક સ્તરે બીજો સૌથી મોટો PV મેન્યુફેક્ચરર બને છે. IRENA રિપોર્ટનો અંદાજ છે કે, 2023માં ભારતમાં ગ્રીડ-કનેક્ટેડ સોલાર PVમાં 238,000 નોકરીઓ હતી, જે 2022 કરતા 18 ટકા વધારે છે. લગભગ 80,000 લોકોએ ઑફ-ગ્રીડ સોલાર સેક્ટરમાં કામ કર્યું હતું.

રિપોર્ટ વધુમાં જણાવે છે કે, ભારત પાસે 2023માં 44.7 GWની સંચિત સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા હતી, જે વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. દેશમાં 2023માં 2.8 GW પવનની ક્ષમતાનો ઉમેરો થયો, જે પાંચ વર્ષની ધીમી વૃદ્ધિ પછી નોંધપાત્ર વધારો દર્શાવે છે. રિપોર્ટ નોંધવામાં આવ્યું કે, “ભારતીય પવન ક્ષેત્રે 2023માં અંદાજે 52,200 લોકોને રોજગારી પૂરી પાડી હતી, જેમાં લગભગ 40 ટકા કામગીરી અને જાળવણી તેમજ 35 ટકા બાંધકામ અને ઇન્સ્ટોલેશનમાં હતી.” વધુમાં, પ્રવાહી(liquid) બાયોફ્યુઅલ સેક્ટરે 35,000 અને ઘન બાયોમાસ સેક્ટરે 58,000 નોકરીઓ પૂરી પાડી. સોલાર હીટિંગ અને કૂલિંગ સેક્ટરે 17,000 લોકોને રોજગારી આપી હતી, જ્યારે બાયોગેસે 85,000 નોકરીઓનું સર્જન કર્યું હતું, જે સેક્ટરમાં વિવિધ રોજગાર લેન્ડસ્કેપ દર્શાવે છે.

આ પણ જૂઓ: PIB Fact Check: શું PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા છે? જાણો હકીકત

Back to top button