ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ઠગોએ નકલી બેંક ખોલી, અનેક લોકોને લૂંટયા; આ રીતે ભાંડો ફૂ્ટ્યો

Text To Speech

છત્તીસગઢ  – 4 ઓકટોબર : છત્તીસગઢના સક્તી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઠગોએ SBIની નકલી શાખા શરૂ કરી હતી. આ સાથે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા હતા અને નકલી નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ત્રણ  આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તમામ આરોપીઓ ફરાર છે. પોલીસનું કહેવું છે કે કોરબા અને કવર્ધાના ઘણા લોકો સાથે લાખોની છેતરપિંડી થઈ છે.

આ છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મનોજ અગ્રવાલ નામનો વ્યક્તિ કિસ્યોસ્ક શાખા ખોલવા માટે અરજી કરવા આવ્યો. જ્યારે તેણે છાપોરા ગામમાં એસબીઆઈની શાખા જોઈ તો તેને શંકા ગઈ. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ શાખા અસલી નહીં પણ નકલી છે. આ માહિતી ડાભરા શાખાના અધિકારીઓને આપવામાં આવી હતી. જ્યારે અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરી તો સમગ્ર ગોટાળાની પુષ્ટિ થઈ હતી.

શક્તિ એસડીઓપી મનીષ કુમાર ધ્રુવે જણાવ્યું કે આ કેસમાં રાયપુર રિજન મેનેજરની નકલી સીલ અને દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓ અને અન્યો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

આ નકલી બેંક શાખા દ્વારા લાખો રૂપિયા લઈને અનેક લોકોને નોકરી અપાવી હતી. સંગીતા કવર નામની મહિલા સાથે રૂ. 2.50 લાખ, લક્ષ્મી યાદવ રૂ. 2 લાખ, પિન્ટુ મારવી રૂ. 5.80 લાખ અને પરમેશ્વર રાઠોડે રૂ. 3 લાખની છેતરપિંડી કરી હતી. આ તમામ લોકોને નકલી નિમણૂક પત્ર આપીને તાલીમના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે રેખા સાહુ અને મંદિર દાસના નામ પણ સામે આવ્યા છે, જેઓ કોરબાના રહેવાસી છે, છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ પૈસા આપ્યા હતા. પોલીસ આ ગુંડાઓને શોધવામાં વ્યસ્ત છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : ગોળી વાગ્યાના ત્રણ દિવસ બાદ ગોવિંદાને ડિસ્ચાર્જ, વ્હીલ ચેર પર બેસીને માન્યો આભાર

Back to top button