ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે કરી SITની રચના, આ 5 અધિકારી કરશે તપાસ

Text To Speech

નવી દિલ્હી, 4 ઓક્ટોબરઃ સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુ બનાવવામાં પશુ ચરબીના ઉપયોગના આરોપોની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી હતી. આ દરમિયાન કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જો આરોપમાં કોઈ સત્ય છે તો તે અસ્વીકાર્ય છે. સોલિસિટર જનરલે કહ્યું કે SIT પર વરિષ્ઠ કેન્દ્રીય અધિકારી દ્વારા દેખરેખ રાખવી જોઈએ, તેનાથી લોકોમાં વિશ્વાસ વધશે. સોલિસિટર જનરલે કહ્યું કે દેશભરમાં ભક્તો છે, અન્ન સુરક્ષા પણ છે. મને SIT સભ્યો વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી.

આ 5 અધિકારી કરશે તપાસ

જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, એક સ્વતંત્ર એસઆઈટી બનાવવામાં આવે. તેમાં સીબીઆઈ અને રાજ્ય સરકારના બે બે સભ્ય રહી શકે છે. આ ઉપરાંત FSSAIથી પણ એક સભ્યને આ સમિતિમાં રાખવામાં આવશે. ખાદ્ય પદાર્થોની તપાસ માટે FSSAI એક ભરોસાપાત્ર સંસ્થા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ કોરોડો લોકોની આસ્થાનો સવાલ છે. આ સ્થિતિમાં કોઈ રાજકીય ડ્રામા બને તેમ તેઓ નથી ઈચ્છતા. એક સ્વતંત્ર એકમ હશે તો વિશ્વાસ ઉભો થશે.

આ કારણે ગુરુવારે નહોતી થઈ સુનાવણી

આ પહેલા મામલાની સુનાવણી ગુરુવારે બપોરે 3.30 કલાકે થવાની હતી. ત્યારે મહેતાએ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી પીઠને કહ્યું કે, જો તમે મંજૂરી આપો તો હું શુક્રવારે સવારે 10.30 કલાકે જવાબ આપી શકું? પીઠે તેમની વિનંતી સ્વીકારી હતી અને કહ્યું કે, શુક્રવારે આ મામલાની સુનાવણી કરશે.

આ પણ વાંચોઃ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અદાલતમાં વકીલ પર કેમ ભડક્યા? જાણો શું છે મામલો

Back to top button