આ રાજ્યમાં ઘરમાં આવેલી તમામ ટૉયલેટ સીટ પર આપવો પડશે ટેક્સ, જાણો દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે
- રાજ્ય સરકારે ટૉયલેટ સીટ ટેક્સને લઈ એક નોટિફિકેશન જાહેર કર્યુ
- દરેક ટૉયલેટ સીટ પર દર મહિને 25 રૂપિયા ચૂકવવા પડશે
- આ ટેક્સ શહેરી વિસ્તારમાં રહેતા લોકોના ઘર જ પર લાગુ થશે
શિમલા, તા.3 ઓક્ટોબર, 2024: ભારતના દરેક નાગરિકે કોઈને કોઈ સામાનની ખરીદી પર ટેક્સ આપવો પડે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો હિસ્સો હોય છે. પરંતુ હવે દેશમાં એક રાજ્યમાં તમારા ઘરમાં આવેલી દરેક ટૉયલેટ સીટ પર ટેક્સ આપવો પડશે. હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સરકાર હાલ નાણાંકીય સંકટનો સામનો કરી રહી છે. જેનો ઉકેલ લાવવા રાજ્ય સરકારે ટૉયલેટ સીટ ટેક્સને લઈ એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. હિમાચલ પ્રદેશમાં આ ટેક્સ શહેરી વિસ્તારમાં રહેતા લોકોના ઘર જ પર લાગુ થશે.
દરેક ટૉયલેટ સીટ પર કેટલા રૂપિયા ચુકવવો પડશે ટેક્સ
હિમાચલ પ્રદેશ સરકારના નોટિફિકેશન અનુસાર, ટૉયલેટ સીટ પર વસૂલવામાં આવતો ટેક્સ સીવરેજ બિલની સાથે જળ શક્તિ વિભાગના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે દરેક ટૉયલેટ સીટ પર દર મહિને 25 રૂપિયા ચૂકવવા પડશે.
ઘરમાં એકથી વધુ ટૉયલેટ હોય તેવા લોકોને થશે નુકસાન
આ પહેલા હિમાચલ પ્રદેશમાં પાણી બિલ આપવામાં આવતા નહોતા. ભાજપ સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં સત્તામાં આશે તો ફ્રીમાં પાણી ઉપલબ્ધ કરાવશે. હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સરકારે હાલમાં પ્રતિ કનેકશન 100 રૂપિયા બિલ લેવાનો આદેશ જાહેર કર્યો છે. તેની શરૂઆત ઓક્ટોબરથી થઈ ચુકી છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકોને તેનાથી વધારે નુકસાન થઈ શકે છે. કારણકે શહેરમાં રહેતા લોકો તેમના મકાનમાં એકથી વધારે વોશરૂમ બનાવે છે અને હવેથી દરેક ટૉયલેટ સીટ પર ટેક્સ ચૂકવવો પડશે.
આ પણ વાંચોઃ સેલૂનમાં હેડ મસાજ કરાવતાં પહેલાં થઈ જાવ સાવધાન, બની શકો છો આ બીમારીનો શિકાર