ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અદાલતમાં વકીલ પર કેમ ભડક્યા? જાણો શું છે મામલો
નવી દિલ્હી, 3 ઓક્ટોબર, 2024: દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ભરી અદાલતમાં ભડક્યા હતા. એક વકીલે સીજેઆઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠ પર કહ્યું કે, તેને કોર્ટ માસ્ટરથી કોર્ટમાં લખવામાં આવેલા ઓર્ડરના વિવરણને ક્રોસ ચેક કર્યુ છે. આટલું સાંભળતા જ સીજેઆઈ ચંદ્રચૂડ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે વકીલને ફટકાર લગાવતાં કહ્યું, તમે કોર્ટ માસ્ટરની ડાયરી જોવાની હિંમત કેવી રીતે કરી? આવતીકાલે તો તમે મારા ઘરે પણ આવી જશો અને મારા અંગત સચિવ કે સ્ટેનોગ્રાફરને પૂછશો કે હું શું કરી રહ્યો છું. વકીલ તેમનો વિવેક ખોઈ ચુક્યા છે કે શું.
તેના પર વકીલે કહ્યું, કોર્ટ માસ્ટરની ડાયરીથી ખબર પડી કે મધ્યસ્થ નિમણૂક કરવામાં આવી છે. જે બાદ સીજેઆઈએ કોર્ટ માસ્ટરને કહ્યું, તમે તેને કંઈ કહ્યું હતું? જે બાદ પણ જસ્ટિસ ચંદ્રચૂડ શાંત ન થયા અને બોલ્યા, તે તો કંઈ અલગ જ કહી રહ્યા છે. અમે જેના પર હસ્તાક્ષર કરીએ છીએ તે જ અંતિમ આદેશ હોય છે. આવી તરકીબ ફરીથી ન અજમાવતા.
નવેમ્બરમાં થઈ રહ્યા છે નિવૃત્ત
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, ભૂલી ન જાવ કે હું પણ પ્રભારી છું. જોકે થોડા દિવસ માટે જ છું કારણકે હવે મારો કાર્યકાળ વધારે બાકી રહ્યો નથી. પરંતુ હું મારા અંતિમ દિવસ સુધી કોર્ટનો ઈનચાર્જ છું. એક મધ્યસ્થા સાથે જોડાયેલા કેસ દરમિયાન ચીફ જસ્ટિસે આ ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જે બાદ જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે.