અમદાવાદઃ પોસ્ટ વિભાગ દ્વારા નવી સુવિધા અંતર્ગત ઓનલાઈન મોડ પર એનપીએસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેના કારણે કોઈ મુશ્કેલી વિના તમામ લાયક નાગરિકો સરળતાથી આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે.
પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય (DoP) તેની નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત ભારત સરકારની સ્વૈચ્છિક પેન્શન યોજના (NPS-All Citizen Model Scheme) પ્રદાન કરે છે.
પોસ્ટ વિભાગ હવે ઓનલાઈન મોડ દ્વારા NPS (ઓલ સિટીઝન મોડલ) 26.04.2022થી પ્રદાન કરવાનું શરૂ કરીને ખુશ છે.
18-70 વર્ષની વય જૂથનો કોઈપણ ભારતીય નાગરિક મેનૂ હેડ “નેશનલ પેન્શન સિસ્ટમ -ઓનલાઈન સેવાઓ” હેઠળ પોસ્ટ વિભાગની અધિકૃત વેબસાઈટ (www.indiapost.gov.in)ની મુલાકાત લઈને આ ઓનલાઈન સુવિધાનો લાભ લઈ શકે છે.
આ માટે લિંક https://www.indiapost.gov.in/Financial/Pages/Content/NPS.aspx છે
પોસ્ટ વિભાગનો NPS સર્વિસ ચાર્જ સૌથી ઓછો
NPS ઓનલાઈન હેઠળ નવી નોંધણી, પ્રારંભિક/ અનુગામી યોગદાન અને SIP વિકલ્પો જેવી સુવિધાઓ ગ્રાહકોને તમામ સેવાઓ માટે લઘુત્તમ શુલ્ક પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પોસ્ટ વિભાગનો NPS સર્વિસ ચાર્જ સૌથી ઓછો છે.
કલમ 80CCD 1(B) હેઠળ સમયાંતરે નાણાં મંત્રાલય દ્વારા કરાયેલી ઘોષણા મુજબ સબસ્ક્રાઇબર એનપીએસમાં કર કપાત માટે પણ પાત્ર છે. આ ઓનલાઈન સુવિધા NPS માટે તમામ પાત્ર વ્યક્તિઓ દ્વારા કોઈપણ પોસ્ટ ઓફિસની પ્રત્યક્ષ મુલાકાત લીધા વિના અને લઘુત્તમ ફી માળખામાં મુશ્કેલીવિહિન અનુભવનો આનંદ લેવા માટે મેળવી શકાય છે.
આથી, NPS ઓનલાઈન સુવિધા રાષ્ટ્રીય પેન્શન યોજના (ઓલ સિટીઝન મોડલ)ને પ્રોત્સાહન આપવા માટે ખૂબ આગળ વધશે અને દેશના લોકોનું વૃદ્ધાવસ્થામાં સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરશે.