બીજા નોરતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા, આ રીતે માને કરો પ્રસન્ન
- ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે, તેનામાં ત્યાગ, તપ, સંયમ અને પુણ્ય વધે છે. તે વ્યક્તિનું મન અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ડગમગતું નથી
HD ન્યુઝ ડેસ્કઃ શારદીય નવરાત્રીનો તહેવાર માતા દુર્ગાની પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. બીજા નોરતે દેવી માતાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે, તેનામાં ત્યાગ, તપ, સંયમ અને પુણ્ય વધે છે. તે વ્યક્તિનું મન અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ડગમગતું નથી. એવું કહેવાય છે કે માતા બ્રહ્મચારિણી પોતાના ભક્તોના દુર્ગુણો, મલિનતા અને દોષોને દૂર કરે છે. જાણો મા બ્રહ્મચારિણીની પૂજાનો શુભ સમય માતાને ધરાવાતા ભોગ વિશે.
મા બ્રહ્મચારિણી પૂજા મુહૂર્ત
હિંદુ કેલેન્ડર મુજબ દ્વિતિયા તિથિ 4 ઓક્ટોબરે સવારે 2:58 વાગ્યે શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ સવારે 5:30 વાગ્યે સમાપ્ત થશે.
બ્રહ્મચારિણી માને શું અર્પણ કરવું?
મા બ્રહ્મચારિણીને સાકર અથવા ગોળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે. તમે ગોળ અથવા ખાંડમાંથી બનેલી મીઠાઈઓ પણ આપી શકો છો. માને તમે ખીર કે સફેદ મીઠાઈ પણ અર્પણ કરી શકો છો.
બ્રહ્મચારિણી નામ કેવી રીતે પડ્યું?
ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા દુર્ગાનો જન્મ પાર્વતીના રૂપમાં પર્વતરાજના ત્યાં થયો હતો. દેવર્ષિ નારદની સલાહ પર જ માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. હજારો વર્ષની કઠોર તપસ્યાને કારણે તેમનું નામ તપશ્ચરિણી અથવા બ્રહ્મચારિણી પડ્યું. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ વર્ષો સુધી કઠોર તપસ્યા અને ઉપવાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા.
મા બ્રહ્મચારિણીના મંત્ર
या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।
આ પણ વાંચોઃ નવરાત્રીમાં મા દુર્ગા કૂકડા પર સવાર થઈને કરશે પ્રસ્થાન, જાણો આ સવારીના સંકેત