ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બાદ ‘ધ દિલ્હી ફાઇલ્સ’નો ડબલ ધમાકો, પહેલા ભાગની રિલીઝ ડેટ જાહેર

  • વિવેક રંજન અગ્નિહોત્રી હંમેશા તેમની ફિલ્મો દ્વારા ચર્ચા બનાવવા માટે જાણીતા છે

મુંબઈ, 3 ઓક્ટોબર: ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રી હંમેશા તેમની ફિલ્મો દ્વારા ચર્ચા બનાવવા માટે જાણીતા છે. તે પોતાની ફિલ્મો દ્વારા વિવાદાસ્પદ મુદ્દા ઉઠાવે છે અને હલચલ મચાવે છે. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વેક્સીન વોર’ જેવી સફળ ફિલ્મો કર્યા પછી, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા તેની આગામી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ‘ સાથે વધુ એક રસપ્રદ સ્ટોરી કહેવા માટે તૈયાર છે. આ ફિલ્મને બે ભાગમાં તૈયાર કરવામાં આવી છે. તેના પહેલા ભાગની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. નિર્માતાએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.

આ ફિલ્મ તેની જાહેરાત બાદથી ચર્ચામાં સ્થાન બનાવી ચુકી છે. આ સિવાય ફિલ્મ નિર્માતાએ તેની ટીમ સાથે મળીને તેને અનોખી બનાવવા માટે લાંબું અને સઘન સંશોધન કર્યું છે.

 

ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે

આ ફિલ્મ માટે વિવેક અગ્નિહોત્રીએ ફરીથી નિર્માતા અભિષેક અગ્રવાલ સાથે હાથ મિલાવ્યો છે, જેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી અને બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું. હવે નિર્માતાએ ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની રિલીઝ ડેટ જાહેર કરી છે, જે બે ભાગમાં બનશે. આવી સ્થિતિમાં, તેમણે જાહેરાત કરી છે કે ‘ધ દિલ્હી ફાઇલ્સ – ધ બંગાળ ચેપ્ટર’ 15 ઓગસ્ટ, 2025ના રોજ રિલીઝ થશે.

સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી

વિવેક રંજન અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ પોસ્ટર શેર કરીને ‘ધ દિલ્હી ફાઇલ્સ – ધ બંગાળ ચેપ્ટર’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તેમણે કેપ્શનમાં પણ લખ્યું, ‘તમારા લોકો કેલેન્ડરમાં 15 ઓગસ્ટ, 2025ને માર્ક કરી લો. ઘણા વર્ષોના સંશોધન પછી, દિલ્હી ફાઇલ્સની સ્ટોરી એક ભાગ માટે ખૂબ શક્તિશાળી(મોટી) છે. અમે તમારા માટે ધ બંગાળ ચેપ્ટર લાવવા માટે ઉત્સાહિત છીએ – બે ભાગોમાંનો પહેલો ભાગ જે આપણા ઈતિહાસના એક મહત્ત્વપૂર્ણ પ્રકરણને ઉજાગર કરે છે.

ફિલ્મ માટે ઊંડું સંશોધન કરવામાં આવ્યું

વિવેક રંજન અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ અંગે ઊંડાણપૂર્વક સંશોધન કરવા માટે લાંબી મુસાફરી કરી છે. કેરળથી કોલકાતા અને દિલ્હી સુધી અલગ-અલગ જગ્યાએ જઈને માહિતી એકઠી કરી. તેમણે 100થી વધુ પુસ્તકો અને 200 લેખો વાંચ્યા, જે તેમની ફિલ્મની સ્ક્રિપ્ટને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ સિવાય તેમણે અને તેમની ટીમે 20 રાજ્યોમાં પ્રવાસ કર્યો અને 7000થી વધુ સંશોધન પૃષ્ઠો અને 1000થી વધુ આર્કાઇવ લેખોનો અભ્યાસ કર્યો, જે તેમની ફિલ્મને વધુ અસરકારક બનાવવામાં મદદ કરશે.

આ પણ જૂઓ: હરિયાણાની ચૂંટણી પિચ પર ઉતર્યા વીરેન્દ્ર સેહવાગ: આ પાર્ટી માટે કરી ‘બેટિંગ’, જૂઓ વીડિયો

Back to top button