ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આ વિસ્તારોમાં નવરાત્રિમાં આવશે વરસાદ

Text To Speech
  • કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત
  • આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
  • ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેવા તરફ આગળ વધ્યું છે

ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેવા તરફ આગળ વધ્યું છે.

આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચોથી ઓક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે પાંચમી ઓક્ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત

કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર

આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર એ છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. નવરાત્રિમાં રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે. જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. IMDના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે લોકોએ ઘર છોડતા પહેલા હવામાનની અપડેટ તપાસવી જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે છત્રી સાથે રાખો.

Back to top button