મંત્રી બલવંતસિંહ રાજપૂત ખાદીનાં વસ્ત્રોની ખરીદી કરી તેમજ ડિજિટલ પેમેન્ટ કર્યું
અમદાવાદ, 2 ઑક્ટોબર, 2024: વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે અને ખાદી ખરીદી માટે જન જન પ્રોત્સાહિત થાય એ માટે ગાંધી જ્યંતી નિમિત્તે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ ગાંધી આશ્રમ, અમદાવાદ સંચાલિત “ગ્રામોદ્યોગ ગાંધીહાટ” ખાતે ખાદીના વસ્ત્રોની ખરીદી કરી તેમજ ડિજિટલ પેમેન્ટ કર્યુ. તેમણે કહ્યું, આજ રોજ ગાંધી આશ્રમ ખાતે સત્ય અને અહિંસાના પ્રણેતા પુજ્ય બાપુના ચરણો માં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી.
“ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન” ના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના મંત્રને ચરિતાર્થ કરવા માટે ગુજરાતના સૌ નાગરિકોને વ્યક્તિગત કે સામૂહિક રીતે સ્વેચ્છાએ ખાદીની ખરીદી કરીને #VocalForLocal ને સાર્થક કરવા અનુરોધ કર્યો.
આ પણ વાંચોઃ મંત્રીઓ બલવંતસિંહ રાજપૂત અને હર્ષ સંઘવીએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો
રાજ્યમાં ઉત્પાદિત ખાદી ઉપર ખાદીની માન્ય સંસ્થા / મંડળીઓને “મહાત્મા ગાંધીજીની જન્મજયંતી 2 ઑકટોબરથી 31મી ડિસેમ્બર 2024 સુધી 30% ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે”
આ પ્રસંગે શ્રીમતી પ્રતિભાબેન જૈન – મેયરશ્રી, શ્રી ગૌરાંગ પ્રજાપતિ – નેતા મ્યુનિ. શાસક પક્ષ અમદાવાદ, શ્રી નરહરિ અમીન માન. સંસદસભ્ય (રાજ્યસભા), સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ સફાઈકર્મીઓ અને અધિકારીઓની બલવંતસિંહ રાજપૂતના હસ્તે સન્માન