ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

નાસ્તામાં રોજ પૌઆ ખાવ છો? તો જાણી લો આ ભૂલ ભારે ન પડે

Text To Speech
  • નાસ્તામાં રોજ પૌઆ ખાવા હેલ્થ માટે સારું છે કે નથી? જેમ કોઈપણ ફૂડ ખાવાના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે તે રીતે પૌઆનું પણ એવું જ છે

HD ન્યુઝ ડેસ્કઃ મોટાભાગના ભારતીય ઘરોમાં સવારના નાસ્તામાં ઉપમા કે પૌઆ ખાવામાં આવે છે. આ બંને વસ્તુ બનવામાં સરળ છે. પૌઆ-ઉપમા ખાવામાં સ્વાદિષ્ટ પણ છે. જો તમે વારંવાર સવારે ચા સાથે પૌઆ ખાતા હોવ તો તમારે તેના ફાયદા અને ગેરફાયદા જાણવા જોઈએ. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ હોય અથવા તમે ખાંડ ઓછી માત્રામાં લેવા ઈચ્છતા હો તો તમારે આ જાણવું જરૂરી છે. પૌઆ ટેસ્ટમાં નમકીન હોય છે, પરંતુ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે. તેનો અર્થ એ છે કે જો તમે સવારે ખાલી પેટે પૌઆ ખાશો તો તમારું સુગર લેવલ વધી જશે. અહીં જાણો કેવી રીતે પૌઆથી થતા નુકસાનને ઓછું કરી શકાય છે.

પૌઆના ફાયદા

સૌથી પહેલા જો ફાયદા વિશે વાત કરીએ તો પૌઆ પચવામાં સરળ છે. તે ગ્લુટેન ફ્રી હોવાથી પેટની ઘણી સમસ્યાઓ થતી નથી જે ઘઉંને કારણે થાય છે. પૌઆમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તે પેટ માટે સારું છે. જો તમે સ્ટીમ કરીને પૌઆ બનાવતા હોવ તો તેમાં કેલરી પણ ઓછી હોય છે. આ જ કારણ છે કે લોકો તેને ઘણીવાર હેલ્ધી ફૂડ તરીકે ખાય છે.

નાસ્તામાં કાયમ પૌઆ ખાવ છો? તો જાણી લો આ ભૂલ ભારે ન પડે hum dekhenge news

આ રીતે ઘટાડી શકો છો નુકસાન

ગેરફાયદા વિશે વાત કરીએ તો બહુ ઓછા લોકો જાણે છે કે પૌઆમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે. જો તમે તેને ખાલી પેટે ચા સાથે લો છો તો તમારું સુગર લેવર વધશે, જે તમારા શરીર માટે સારું નથી. જો તમને પૌઆ પસંદ હોય તો તમે તેને બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરી શકો છો. ઉદાહરણ તરીકે, પૌઆને વધુ પડતા તેલમાં બનાવવાને બદલે તેને સ્ટીમ કરીને બનાવો. તેમાં શક્ય હોય તેટલા શાકભાજી નાંખો. જેમકે બ્રોકલી, ગાજર. આ શાકભાજી ઝીણા કાપીને સ્ટીમ કરીને બનાવો. તેમાં બટાકા ઉમેરશો નહીં. જો તમે નાસ્તામાં પૌઆ ખાતા હોવ તો ખાલી પેટે પ્રથમ ભોજન તરીકે પૌઆ ચા સાથે ન લેશો. જો શક્ય હોય તો, પહેલા કેટલાક સલાડ અથવા બાફેલા શાકભાજી ખાઓ. અથવા આખી રાત પલાળેલી અખરોટ ખાઓ. જો તમે આ પછી પૌઆ ખાશો તો તેનાથી તમારા શરીરને વધારે નુકસાન નહીં થાય.

આ પણ વાંચોઃ નવરાત્રી માટે છે પરફેક્ટ ફળાહાર સાબુદાણાની ખીર, આખો દિવસ રહેશો એનર્જેટિક

Back to top button