ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, 2000 કરોડનું કોકેઈન જપ્ત

Text To Speech
  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા પ્રાપ્ત થઈ

નવી દિલ્હી, 02 ઓક્ટોબરઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આજે બુધવારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સ્પેશિયલ સેલે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને 500 કિલોથી વધુના કોકેઈનની રિકવરી કરી છે તેમજ આ રેકેટમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સની રિકવરી

દિલ્હી પોલીસે કહ્યું કે, 2000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ દિલ્હીના દરોડા પછી ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ ગેંગનો હાથ

મળતી માહિતી મુજબ, કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટ પાછળ આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ ગેંગનો હાથ છે. દિલ્હી પોલીસની આ કાર્યવાહી ડ્રગ્સની દાણચોરી વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે, જેમાં દિલ્હી પોલીસ આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે, જેમાં ઘણા ખુલાસા થવાની સંભાવના છે. દિલ્હી પોલીસ આગામી સમયમાં આવી વધુ કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો: કર્ણાટક : CM સિદ્ધારમૈયાના વાયરલ વીડિયો બાદ લોકો ભડકયા, જાણો શું હતી ઘટના

Back to top button