ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

AAP દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર, કુલ 10 નેતાઓને મળી ટિકિટ

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે. જોકે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખવાના હોવાથી રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જામશે.

મોટા નેતાઓના નામ જાહેર નહી કરાય 

જોકે નોધનીય બાબત એ છે કે AAPના મોટા નેતાઓના નામ અત્યારે જાહેર નહીં થાય કે તેમને ક્યાંથી ટિકિટ મળશે. ચર્ચા મુજબ આ યાદી કે હવે પછીની યાદીમાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી સહિતના મોટા નેતાઓનું નામ કદાચ નહીં હોય.

AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી  જાહેર

ભેમાભાઈ ચૌધરી: દિયોદર

જગમાલભાઈ વાળા: સોમનાથ

અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર

સાગરભાઈ રબારી: બેચરાજી

વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)

રામ ધડૂક: કામરેજ

શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ

સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર

ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા

રાજેન્દ્ર સોલંકી : બારડોલી

કેજરીવાલે ગુજરાતની જનતાને 5 ગેરંટી આપી

પાંચ વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી.

રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારોને દર મહિને રૂ. ત્રણ હજાર

10 લાખ સરકારી નોકરી આપીશું.

ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે, આવાં કૃત્યો બંધ કરાવવા કાયદો લાવીશું

સહકારી ક્ષેત્રે નોકરીની સિસ્ટમ પારદર્શક કરીશું, જેથી સામાન્ય માણસોને નોકરી મળશે.

Back to top button