ગુજરાતટોપ ન્યૂઝ

આનંદો : જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

Text To Speech

ઉપરવાસમાં ભારે વરસાદથી ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. નાના મોટા જળાશયો તથા ચેકડેમો પણ વરસાદી પાણી થી છલોછલ થઇ ગયા છે. જેને પગલે કહી શકાય કે ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીની કોઇ અછત સર્જાશે નહી. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક

રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે આ વખતે નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થઇ રહી છે.  પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે.

Back to top button