ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ફરી એકવાર સીએનજીના ભાવમાં ઝીંકાયો વધારો, જાણો કેટલો વધ્યો ભાવ?

Text To Speech

ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે.CNGના ભાવમાં રૂ. 1.99નો વધારો ઝીંકાયો છે. અદાણી ગેસ દ્વારા CNGનો નવો ભાવ આજથી લાગુ કરાયો છે. CNGનો જૂનો ભાવ રૂ. 83.90 પ્રતિ કિલો હતો. આજથી રૂ. 85.89 પ્રતિ કિલો CNGનો ભાવ લાગુ થયો છે.

સીએનજીના ભાવમાં વધારો 

પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ, શાકભાજી બાદ CNGના ભાવમાં પણ વધારો થતાં મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. રિક્ષાચાલકોની સ્થિતિ કફોળી બની છે. સતત વધતી મોઘવારીના મારમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. વધુ એક વાર સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો અને સરકારને કહ્યું હતું કે સતત ભાવ વધાર્યા કરતા સીએનજી બંધ કરી દો.

Back to top button