ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોટી દુર્ઘટના, બે પાયલટ સહિત ત્રણ લોકોના થયા મૃત્યુ

Text To Speech
  • બાવધાન વિસ્તારમાં ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું અને આગ ફાટી નીકળી

પુણે, 2 ઓકટોબર: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આજે બુધવારે હેલિકોપ્ટર ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. બાવધાન વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાયલટ સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, બાવધાન વિસ્તારમાં ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ધુમાડામાં સળગી રહ્યો હોવાનો વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં હેલિકોપ્ટર ઝાડીઓમાં પડ્યું અને આગ લાગી હોવાનું જોવા મળે છે.

જૂઓ વીડિયો

 

હેલિકોપ્ટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત

એક ગોઝારી ઘટનામાં, આજે બુધવારે સવારે પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં તેમ પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત પુણે જિલ્લાના બાવધન વિસ્તારમાં થયો હતો. દુર્ઘટના બાદ તરત જ આગ ફાટી નીકળતાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બે એમ્બ્યુલન્સ અને ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

 

પોલીસ અધિકારીએ શું માહિતી આપી?

પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી તે જાણી શકાયું નથી કે, તે કોનું હેલિકોપ્ટર હતું અને આગ કેવી રીતે લાગી.

પુણેમાં અગાઉ પણ આવા અકસ્માતો થયા છે

અગાઉ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં, આવી જ એક ઘટનામાં એક ખાનગી હેલિકોપ્ટર મુંબઈના જુહુથી હૈદરાબાદ જતી વખતે પૂણેના પૌડ ગામ પાસે ક્રેશ થયું હતું. જેમાં સવાર ચાર લોકો ઘાયલ થયા હતા. ઘટના સમયે AW 139 મોડલનું હેલિકોપ્ટર ચાર મુસાફરોને લઈ જઈ રહ્યું હતું. ઈજાગ્રસ્તની ઓળખ આનંદ કેપ્ટન તરીકે થઈ હતી, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણની ઓળખ દીર  ભાટિયા, અમરદીપ સિંહ અને એસ.પી.રામ તરીકે થઈ હતી.

Back to top button