અમદાવાદના સોલામાં આતંક મચાવનારા 5 આરોપીઓને 7 દિવસના રિમાન્ડ મંજૂર
- આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સોસાયટીના ગેટ પાસે હંગામો મચાવ્યો
- ત્રણ લિસ્ટેડ બુટલેગરો સામે પાસા ભરવાની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે
- ચાણકયપુરીના શિવમ આર્કેડ પર હુમલામાં એક સગીર સહિત છ આરોપીઓને પકડયા હતા
અમદાવાદના સોલામાં આતંક મચાવનારા પાંચેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં સોલાના શિવમ આર્કેડમાં હથિયારો સાથે ધમાલ મચાવનાર અર્જુન ગણેશભાઇ સોલંકી, રવિ પ્રધાનજી ઠાકોર, અક્ષય ગોવિંદભાઇ ઠાકોર, સંજય ઉર્ફે ડાભી ભરતભાઇ ઠાકોર, ચેતન ઉર્ફે લેડી મોહનભાઇ ઠાકોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા વિવિધ મુદ્દાની તપાસ માટે સાત દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: સરકારી માધ્યમિક શાળાઓની કન્યાઓને ગયા વર્ષની સાઇકલ હજી અપાઈ નથી
આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સોસાયટીના ગેટ પાસે હંગામો મચાવ્યો
બીજી તરફ્ અન્ય આરોપીઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચ આ મામલે પકડાયેલા આરોપીઓની કોલ ડિટેઈલના આધારે તપાસ કરી રહી છે. સોલામાં આવેલ શિવમ આર્કેડ સોસાયટીમાં તલવારો સહિતના હથિયારો સાથે ઘૂસી આખીય સોસાયટી બાનમાં લઇ તોફન કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ મહેન્દ્ર ભરવાડે રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સોસાયટીના ગેટ પાસે હંગામો મચાવ્યો હતો.
તલવાર સહિતના હથિયાર વડે સાક્ષીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો આપી
તલવાર સહિતના હથિયાર વડે સાક્ષીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો આપી હતી ઝડપાયેલ આરોપીઓ સિવાય બીજા આરોપીઓ ક્યાં છે, આરોપીઓએ પોતાને ડોનની સંજ્ઞા આપી સોસાયટીમાં હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો હતો તે હથિયારો ક્યાં છે, અર્જુન સોલંકીએ ફ્લેટ ભાડે રાખ્યો હતો જેમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે તે ક્યાંથી લાવ્યો હતો, તેની સાથે બીજુ કોણ કોણ ફ્લેટમાં હાજર હતું, આરોપીએ સોસાયટીના સભ્યો પર પથ્થરમારો કરી હથિયાર વડે હુમલો કર્યો હતો તે હથિયાર કોને આપ્યા હતા. ત્રણ લિસ્ટેડ બુટલેગરો સામે પાસા ભરવાની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.
ચાણકયપુરીના શિવમ આર્કેડ પર હુમલામાં એક સગીર સહિત છ આરોપીઓને પકડયા હતા
ચાણકયપુરીના શિવમ આર્કેડ પર હુમલામાં એક સગીર સહિત છ આરોપીઓને પકડયા હતા. બાકીના 14 આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. આ ઉપરાંત, પકડાયેલા છ પૈકી ત્રણ આરોપીઓ લિસ્ટેડ બુટલેગર હોવાનું સામે આવતા તેઓ વિરૂદ્ધ પાસા ભરવાની કાર્યવાહી હાથધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સ્થાનિક પોલીસ પર ભારે રોષ ઠાલવ્યો હતો.